શોધખોળ કરો

US Iran Tension: ઈરાનના 10 સૈન્ય ઠેકાણાઓ પર અમેરિકાનો હુમલો, CENTCOMએ જાહેર કર્યો વીડિયો

US-Iran Tension: અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, શનિવારે વહેલી સવારે ઈરાની દળોએ એકતરફી ડ્રોન હુમલો કરીને તેલ ટેન્કર M/T Kikuને નિશાન બનાવ્યું હતું. તે સમયે જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું.

US Iran Tension:  અમેરિકાએ શનિવારે ઈરાન વિરુદ્ધ મોટું સૈન્ય અભિયાન ચલાવીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને તેની આસપાસ આવેલા ઈરાનના 10 સૈન્ય ઠેકાણાઓ પર મિસાઇલ અને હવાઈ હુમલા કર્યા. અમેરિકી નેવી અને એરફોર્સના લડાકૂ વિમાનો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ આ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે. અમેરિકાનો દાવો છે કે, આ કાર્યવાહી ઈરાન દ્વારા તેલ ટેન્કર M/T Kiku પર કરવામાં આવેલા ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવી છે.

ઈરાનના 10 સૈન્ય ઠેકાણાઓને બનાવ્યા નિશાન

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે અમેરિકી સૈન્ય વિમાનોએ ઈરાનની સૈન્ય દેખરેખ પ્રણાલી, સંચાર નેટવર્ક, એર ડિફેન્સ સાઇટ્સ, ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ અને માઇન બિછાવવાની ક્ષમતાને નિશાન બનાવી હતી. બાદમાં CENTCOMએ સ્પષ્ટ કર્યું કે આ અભિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને તેની આસપાસ આવેલા ઈરાનના 10 અલગ-અલગ સૈન્ય ઠેકાણાઓ પર ચલાવવામાં આવ્યું હતું.

તેલ ટેન્કર પર ડ્રોન હુમલા બાદ જવાબી કાર્યવાહી

અમેરિકી સેનાના જણાવ્યા મુજબ, શનિવારે વહેલી સવારે ઈરાની દળોએ ડ્રોન હુમલો કરીને તેલ ટેન્કર M/T Kikuને નિશાન બનાવ્યું હતું. તે સમયે જહાજમાં 20 લાખથી વધુ બેરલ કાચું તેલ ભરેલું હતું અને તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું.

અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે ઈરાનને યુદ્ધવિરામ કરારનું પાલન કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તેણે તેના બદલે વેપારી જહાજ પર હુમલો કર્યો. જેના જવાબમાં અમેરિકાએ સૈન્ય કાર્યવાહી હાથ ધરી.

કતારના ઓઇલ ફિલ્ડથી UAE તરફ જઈ રહ્યું હતું ટેન્કર

શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, M/T Kiku આ અઠવાડિયાની શરૂઆતમાં કતારના એક તેલક્ષેત્રમાંથી નીકળ્યું હતું અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના એક બંદર તરફ જઈ રહ્યું હતું, જે ઓમાનની ખાડીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આગળ આવેલું છે.

આ ટેન્કર ઓમાનના કિનારા નજીક આવેલા વૈકલ્પિક દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું, જેનો ઉપયોગ ઈરાનના પ્રાદેશિક જળમાર્ગના વિકલ્પ તરીકે કરવામાં આવી રહ્યો હતો.
CENTCOMએ હુમલાનો વીડિયો જાહેર કર્યો

હુમલા બાદ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે X પર આ સૈન્ય અભિયાનનો વીડિયો શેર કર્યો. CENTCOMએ દાવો કર્યો કે, આ ઓપરેશનમાં ઈરાનની દેખરેખ વ્યવસ્થા, સંચાર નેટવર્ક, એર ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન ઠેકાણાઓ અને માઇન બિછાવવાની ક્ષમતાને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

ટ્રમ્પની કડક ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સોશિયલ મીડિયા પર લખ્યું કે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવા બદલ અમેરિકાએ ઈરાનના મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ ઠેકાણાઓ તેમજ તટીય રડાર સાઇટ્સ પર હુમલો કર્યો છે.

ટ્રમ્પે કહ્યું, "ઈરાને ફરી એકવાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાએ તેના મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ ઠેકાણાઓ તથા તટીય રડાર સાઇટ્સને નિશાન બનાવ્યા છે."

તેમણે ચેતવણી આપતાં ઉમેર્યું કે જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો અમેરિકા સંયમ રાખશે નહીં અને સંપૂર્ણ સૈન્ય કાર્યવાહી કરવા માટે મજબૂર બનશે. ટ્રમ્પે કહ્યું કે, "જો આવું થશે તો ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનું અસ્તિત્વ જ જોખમમાં આવી શકે છે."

અગાઉ પણ થઈ હતી આવી કાર્યવાહી

તાજેતરનો આ તણાવ એવા સમયે વધ્યો છે જ્યારે થોડા દિવસ પહેલાં પણ અમેરિકા અને ઈરાન વચ્ચે આવી જ પ્રકારની સૈન્ય કાર્યવાહી થઈ હતી. ગુરુવારે ઓમાનના કિનારા નજીક એક વેપારી જહાજ પર ઈરાન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં બીજા દિવસે અમેરિકાએ જવાબી હુમલા કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Embed widget