શોધખોળ કરો

વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે બ્લોક, જાણો શું છે કારણ

US Capitol Update: અમેરિકામાં હંગામો થયા બાદ હવે વોશિંગ્ટનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તે જ સમયે, ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક ટ્વિટ ડિલીટ કરી દીધા છે અને તેનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કર્યું છે.

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ ખેંચતાણ ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઇટ હાઉસ અને કેપિટલ હિલ્સની બહાર હોબાળો મચાવ્યો હતો. અમેરિકામાં હંગામો થયા બાદ હવે વોશિંગ્ટનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તે જ સમયે, ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક ટ્વિટ ડિલીટ કરી દીધા છે અને તેનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કર્યું છે. આ દરમિયાન આજે ટ્રમ્પને હટાવવાની પ્રક્રિયા આજે શરૂ થશે. ટ્રમ્પે હિંસા પર ઉતરેલા સમર્થકોને શાંતિની અપીલ પણ કરી હતી. તેમણે ટ્વિટમાં કરીને કહ્યું કે, "હું અમેરિકની કેપિટલમાં દરેકને શાંતિપૂર્ણ રહેવા અપીલ કરું છું. હિંસા ન થવી જોઈએ! યાદ રાખો, અમે કાયદો અને વ્યવસ્થા જાળવનાર પક્ષ છીએ. કાયદા અને મહાન પુરુષો અને મહિલાઓનો આદર કરો. આભાર! "
ટ્રમ્પ સમર્થકોએ સંસદમાં ઘૂસીને કર્યો હંગામો અમેરિકાના 300 વર્ષના ઇતિહાસમાં ચૂંટણી હારેલા રાષ્ટ્રપતિએ પોતાની હાર સ્વીકારવાની ના પડી હોય અને સમર્થકોએ અમેરિકન સંસદમાં ઘૂસીને હોબાળો કર્યો હોય તેવું ક્યારેય બન્યું નથી. દુનિયાની સૌથી જૂની લોકશાહી અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ આવ્યુ છે. કારણ કે જે સમયે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જૉ બાઇડનને રાષ્ટ્રપતિ જાહેર કરવા માટે અમેરિકી સંસદમાં સંયુક્ત સત્ર ચાલી રહ્યું હતું. તે સમયે હજારોની સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં હોબાળો અને હિંસા શરૂ કરી છે. જે બાદ વોશિંગ્ટનમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ધરણાં કરતા પ્રદર્શનકારીઓ હિંસક બનતા તેમને કાબૂમાં લેવા નેશનલ ગાર્ડે કાર્યવાહી કરવી પડી હતી. અહેવાલ પ્રમાણે નેશનલ ગાર્ડની કાર્યવાહીમાં એક મહિલાને ગોળી લાગતા તેનું મોત નિપજ્યુ છે. હિંસા વચ્ચે ચૂંટાયેલા પ્રેસિડેંટ જો બાઇડેને ટ્રમ્પને અપીલ કરી છે કે, તેઓ ટેલિવિઝન પર આવે અને બંધારણની રક્ષા કરે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ સમર્થકો ચૂંટણી રદ કરવાની માગ કરી રહ્યા હતાં. આ દરમિયાન પોલીસે અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ. અમેરિકામાં 20 જાન્યુઆરીએ નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડેન શપથ લેવાના છે. પરંતુ ચૂંટણીમાં હારેલા હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોદ્દો છોડવા હજુ પણ તૈયાર નથી. ઊલટાનું તેઓ ચૂંટણીના પરિણામો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે, ડેમોક્રેટ્સ અમારી પાસીથી વ્હાઈટ હાઉસ છીનવી નહીં શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget