શોધખોળ કરો

ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા નવો પ્રસ્તાવ રજૂ; ખાસ કરીને ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડી શકે છે સીધી અને મોટી અસર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • DHS એ H-1B વિઝા ફીમાં $103,265 નો ધરખમ વધારો સૂચવ્યો.
  • આ દરખાસ્ત ટ્રમ્પના અગાઉના વિવાદાસ્પદ ફી વધારાના નિર્ણયને ઔપચારિક બનાવશે.
  • નવા નિયમ પર આગામી 30 દિવસમાં જાહેર જનતાનો અભિપ્રાય લેવાશે.
  • આ પગલાથી ભારતીય IT પ્રોફેશનલ્સ પર નોંધપાત્ર અસર થવાની શક્યતા છે.

h1b visa fee increase 2026: અમેરિકામાં કામ કરવાનું સપનું જોતા અથવા ત્યાં પહેલેથી જ H-1B વિઝા પર રહેતા લોકો માટે એક બહુ જ મોટા અને આંચકાજનક સમાચાર આવ્યા છે. અમેરિકાના 'ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી' (DHS) દ્વારા H-1B વિઝા અરજીઓ માટેની ફીમાં ધરખમ વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નવા પ્રસ્તાવ મુજબ, વિઝા ફી વધારીને સીધી $103,265 (અંદાજે 86 લાખ રૂપિયાથી વધુ) કરવામાં આવશે. જોકે, રાહતની વાત એ છે કે આ વધેલી ફી માત્ર મર્યાદિત સંખ્યામાં વિઝા અરજીઓ પર જ લાગુ પડશે.

ટ્રમ્પના વિવાદાસ્પદ નિર્ણય પર મહોર?

તમને યાદ હશે કે ગયા વર્ષે પોતાનો બીજો રાષ્ટ્રપતિ કાર્યકાળ સંભાળ્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા કાર્યક્રમને લઈને એક મોટો અને આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો. તેમણે 2025 સુધી H-1B વિઝા અરજદારો માટે ફી વધારીને સીધી $100,000 નક્કી કરી દીધી હતી. તે સમયે આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો.

હવે, DHS દ્વારા યુએસ ફેડરલ રજિસ્ટરમાં આ નવો પ્રસ્તાવ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલ એ વિવાદાસ્પદ ફી વધારો હવે માત્ર એક આદેશ નહીં, પરંતુ એક કાયમી અને ઔપચારિક નિયમ બની જશે. જોકે ટ્રમ્પનો તે જૂનો આદેશ આવતા મહિને (સપ્ટેમ્બરમાં) પૂરો થઈ રહ્યો છે, પરંતુ આ નવા નિયમથી આ તોતિંગ ચૂકવણીઓને કાયમી બનાવવાની તૈયારી થઈ ગઈ છે.

જનતાનો અભિપ્રાય લેવા માટે 30 દિવસનો સમય

DHS દ્વારા રજૂ કરાયેલો આ નવો પ્રસ્તાવિત નિયમ હવે આગામી 30 દિવસ માટે જાહેર જનતા સમક્ષ ખુલ્લો મૂકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અમેરિકન નાગરિકો આ નવા નિયમ પર પોતાના મંતવ્યો અને વાંધા-સૂચનો વ્યક્ત કરી શકશે. લોકોનો અભિપ્રાય જાણ્યા બાદ, હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ આ વર્ષના અંત સુધીમાં આ દરખાસ્તને આખરી ઓપ આપી શકે છે.

ભારત પર આની શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રનું આ મોટું પગલું એવા સમયે આવ્યું છે જ્યારે H-1B વિઝા પ્રોગ્રામના ભવિષ્યને લઈને પહેલેથી જ ઘણી અનિશ્ચિતતા ચાલી રહી છે.

આ નિર્ણયની સૌથી મોટી અસર ભારતીય મૂળના કામદારો અને IT પ્રોફેશનલ્સ પર પડશે, કારણ કે અમેરિકા દર વર્ષે જેટલા H-1B વિઝા આપે છે, તેમાં સૌથી મોટો હિસ્સો (આશરે 70% થી વધુ) ભારતીયોનો હોય છે.

આટલી જંગી ફી વધવાથી અમેરિકન કંપનીઓ વિદેશી કામદારો (ખાસ કરીને ભારતીયો) ને નોકરીએ રાખતા પહેલા સો વાર વિચારશે, જેનાથી અમેરિકા જવાની તકો ઘટી શકે છે.

Frequently Asked Questions

H-1B વિઝા ફીમાં કેટલો વધારો પ્રસ્તાવિત છે?

અમેરિકાના DHS દ્વારા H-1B વિઝા અરજી ફી $103,265 (અંદાજે 86 લાખ રૂપિયાથી વધુ) કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. જોકે, આ વધારો મર્યાદિત સંખ્યામાં અરજીઓ પર જ લાગુ પડશે.

આ ફી વધારાના પ્રસ્તાવનો ઇતિહાસ શું છે?

ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા અરજદારો માટે ફી $100,000 નક્કી કરી હતી. DHSનો આ નવો પ્રસ્તાવ ટ્રમ્પના તે વિવાદાસ્પદ નિર્ણયને કાયમી નિયમ બનાવવાની તૈયારી છે.

આ પ્રસ્તાવ પર લોકો કઈ રીતે પોતાનો અભિપ્રાય આપી શકે છે?

DHS દ્વારા રજૂ કરાયેલો આ નવો પ્રસ્તાવિત નિયમ આગામી 30 દિવસ માટે જાહેર જનતા સમક્ષ ખુલ્લો રહેશે. આ સમયગાળા દરમિયાન અમેરિકન નાગરિકો પોતાના મંતવ્યો અને વાંધા-સૂચનો વ્યક્ત કરી શકશે.

H-1B ફી વધારાની ભારત પર શું અસર પડશે?

આ નિર્ણયની સૌથી મોટી અસર ભારતીય કામદારો અને IT પ્રોફેશનલ્સ પર પડશે. અમેરિકન કંપનીઓ વિદેશી કામદારોને રાખતા પહેલા વિચારશે, જેનાથી ભારતીયો માટે અમેરિકા જવાની તકો ઘટી શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget