શોધખોળ કરો

મોદી-ટ્રમ્પની મુલાકાત પહેલા ભારતને મોટો ઝટકો! અમેરિકાએ લીધો આ ચોંકાવનારો નિર્ણય

પેન્ટાગોને પોતાના સૌથી મોટા કમાન્ડ 'ઈન્ડો-પેસિફિક' માંથી 'ઈન્ડો' શબ્દ હટાવીને જૂનું નામ 'પેસિફિક કમાન્ડ' કરી દીધું, G7 સમિટમાં બંને નેતાઓની મુલાકાત પહેલા આ નિર્ણયથી અનેક સવાલો ઉભા થયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકાએ INDOPACOM નું નામ બદલી USPACOM કર્યું, મોટો ઝટકો.
  • 2018 માં ભારતની તાકાતથી 'ઇન્ડો' શબ્દ ઉમેરાયો હતો.
  • પેન્ટાગોન તેને વહીવટી અને ઐતિહાસિક ફેરફાર ગણાવે છે.
  • 'ઈન્ડો' શબ્દ હટાવતા QUAD વ્યૂહરચના પર સવાલ ઉઠ્યા.

indopacom renamed pacific command: ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થવાની છે. પરંતુ આ બેઠક પહેલા જ અમેરિકાએ એક મોટું પગલું ભરીને ભારતને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાના રક્ષા મંત્રાલય 'પેન્ટાગોન'એ પોતાના સૌથી મોટા અને મહત્વના લશ્કરી કમાન્ડ 'ઈન્ડો-પેસિફિક કમાન્ડ' (INDOPACOM) નું નામ બદલીને ફરીથી 'પેસિફિક કમાન્ડ' (USPACOM) કરી દીધું છે. આ નિર્ણયે અચાનક જ ભારત અને અમેરિકાના કૂટનીતિક વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે.

નામ બદલવા પાછળનો ઈતિહાસ અને વર્તમાન સ્થિતિ:

હવાઈ ટાપુઓ પર આવેલો આ કમાન્ડ હિંદ અને પેસિફિક મહાસાગરની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. તમને જણાવી દઈએ કે આ કમાન્ડમાં એ જ યુએસ સેવન્થ ફ્લીટનો પણ સમાવેશ થાય છે, જેણે 1971 ના યુદ્ધમાં પાકિસ્તાનની મદદ કરવા માટે ભારત સામે મોરચો માંડ્યો હતો.

2018 માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો પહેલો કાર્યકાળ હતો, ત્યારે ભારતની વધતી તાકાત અને બંને દેશોના મજબૂત સંબંધોને ધ્યાનમાં રાખીને આ કમાન્ડનું નામ 'પેસિફિક' થી બદલીને 'ઈન્ડો-પેસિફિક કમાન્ડ' કરવામાં આવ્યું હતું.

પરંતુ હવે, ઓપરેશન સિંદૂર અને તાજેતરની કેટલીક ઘટનાઓ બાદ બંને દેશોના સંબંધોમાં થોડી ખટાશ આવી છે, પરિણામે અમેરિકાએ ફરીથી 'ઈન્ડો' શબ્દ હટાવી લીધો છે.

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન ડીલમાં લેબનોનનો મુદ્દો બન્યો મોટો અવરોધ, ઇઝરાયલ ડીલમાંથી ખસી ગયુ, જાણો હવે શું થશે?

પેન્ટાગોને શું સ્પષ્ટતા કરી?

નામ બદલવાના વિવાદ પર પેન્ટાગોને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ કોઈ રાજકીય ફેરફાર નથી, પરંતુ સંપૂર્ણપણે એક વહીવટી અને ઐતિહાસિક ફેરફાર છે. અમેરિકાના 7 દાયકા જૂના લશ્કરી વારસા, સૈનિકોના સન્માન અને બીજા વિશ્વયુદ્ધની ઐતિહાસિક પરંપરાઓને જાળવી રાખવા માટે ફરીથી જૂનું નામ અપનાવવામાં આવ્યું છે. તેમણે ખાતરી આપી છે કે કમાન્ડની જવાબદારીઓ, મિશન કે વિસ્તારમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ નિર્ણયથી સવાલો કેમ ઉભા થઈ રહ્યા છે?

ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ એશિયામાં ચીન પર લગામ કસવા માટે QUAD ની રચના કરી છે, જેનો મુખ્ય પાયો જ 'ઈન્ડો-પેસિફિક' છે. હવે જ્યારે અમેરિકાએ પોતાના લશ્કરી કમાન્ડના નામમાંથી 'ઈન્ડો' શબ્દ જ હટાવી દીધો છે, ત્યારે એવી ચર્ચા શરૂ થઈ છે કે અમેરિકાનું પ્રાથમિક ધ્યાન હવે હિંદ મહાસાગર પર નહીં, પરંતુ માત્ર પેસિફિક મહાસાગર પૂરતું જ સીમિત રહેશે.

આ પણ વાંચોઃ 16 મહિના પછી પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત, ફ્રાન્સમાં યોજાશે મહાબેઠક! જુઓ વીડિયો

આ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે ટ્રમ્પ અને પીએમ મોદી મળવાના છે. ટેરિફના મુદ્દે ચાલી રહેલા વિવાદ અને પાકિસ્તાનના વખાણ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ આડકતરી રીતે ભારતને એવો મેસેજ આપવા માંગે છે કે જો ભારત તેમની વાત નહીં માને તો અમેરિકાને તેનાથી કોઈ ખાસ ફરક નહીં પડે.

Frequently Asked Questions

અમેરિકાએ તાજેતરમાં તેના કયા લશ્કરી કમાન્ડનું નામ બદલ્યું છે?

અમેરિકાના રક્ષા મંત્રાલય 'પેન્ટાગોન'એ તેના 'ઈન્ડો-પેસિફિક કમાન્ડ' (INDOPACOM) નું નામ બદલીને ફરીથી 'પેસિફિક કમાન્ડ' (USPACOM) કરી દીધું છે. આ નિર્ણય G7 સમિટ પહેલા લેવાયો હતો.

'ઈન્ડો-પેસિફિક કમાન્ડ' નામ પહેલા ક્યારે અને શા માટે રાખવામાં આવ્યું હતું?

2018 માં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, ભારતની વધતી તાકાત અને બંને દેશોના મજબૂત સંબંધોને ધ્યાનમાં રાખીને આ કમાન્ડનું નામ 'ઈન્ડો-પેસિફિક' કરવામાં આવ્યું હતું.

પેન્ટાગોને નામ બદલવા પાછળ કઈ સ્પષ્ટતા આપી છે?

પેન્ટાગોને સ્પષ્ટતા કરી છે કે આ કોઈ રાજકીય નહીં, પરંતુ વહીવટી અને ઐતિહાસિક ફેરફાર છે. તે 7 દાયકા જૂના લશ્કરી વારસા અને સૈનિકોના સન્માન જાળવી રાખવા માટે છે.

નામ બદલવાથી ભારત અને QUAD પર શું અસર થશે?

આ નિર્ણયથી ભારતને ઝટકો લાગ્યો છે. ચર્ચા છે કે અમેરિકાનું ધ્યાન હવે માત્ર પેસિફિક પર સીમિત રહેશે, જે QUAD ના 'ઈન્ડો-પેસિફિક' પાયાને અસર કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Embed widget