શોધખોળ કરો
Advertisement
કોરોનાવાયરસ સંકટ વચ્ચે ટ્રમ્પનો ગંભીર આરોપ, કહ્યું- ચીન મને ચૂંટણી હરાવવા માંગે છે
આ પહેલા પણ ટ્રમ્પે કોરોના વાયરસને લઈ ચીન પર નિશાન સાધ્યુ હતું. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના સંદર્ભે ચીન સામે ખૂબ ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે.
વોશિંગ્ટનઃ કોરોના સંકટ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણ સાથે સંકળાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ગંભીર આરોપ લગાવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ચીન જે રીતે કોરોના સંકટને હેન્ડલ કરી રહ્યું છે તે સાબિત કરે છે કે ચીન ચૂંટણીમાં મને હરાવવા માંગે છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું, વાયરસને લઈ ચીનનું જે વલણ છે તેને લઈ હું અલગ અલગ પરિણામો પર વિચાર કરતો હતો. હું ઘણું બધુ કરી શકુ છું.
આ પહેલા પણ ટ્રમ્પે કોરોના વાયરસને લઈ ચીન પર નિશાન સાધ્યુ હતું. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના સંદર્ભે ચીન સામે ખૂબ ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. આ વાયરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ઠેરવવાના અનેક રસ્તા છે.
ટ્રમ્પે કહ્યું હતું, અમેરિકાની તપાસથી ચીન ખુશ નથી. જોકે એક સપ્તાહમાં ચીનને આ વાયરસના ફેલાવા માટે જવાબદાર ગણાવવાની વાતને ઘણું સમર્થન મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement