શોધખોળ કરો
Advertisement
અમેરિકાઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા દીકરાને લાગ્યો કોરોનાનો ચેપ
અમેરિકાના રાષ્ટ્રપતિએ વોલ્ટર રીડ મિલેટ્રી હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર લીધી હતી.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પ્રવક્તાએ શુક્રવારે આ જાણકારી આપી. પ્રવકાતાએ કહ્યું કે, ટ્રમ્પ જૂનિયરના કોવિડ-19થી પીડિત હોવાની પુષ્ટિ આ સપ્તાહની શરૂઆતમાં થઈ અને રિપોર્ટ આવ્યા બાદથી તેઓ પોતાની કેબિનમાં આઈસોલેશનમાં છે.
પ્રવક્તાએ કહ્યું, “અત્યાર સુધી તેનમાં સંક્રમણા કોઈ લક્ષણ જોવા મળ્યા નથી અને તે કોરોના સંબંધિત તમામ મેડિકલ દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યા છે. ટ્રમ્પ જૂનિયર (42) પહેલા તેમના નાના ભાઈ, બેરોન, પિતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિએ વોલ્ટર રીડ મિલેટ્રી હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરની ગર્લફ્રેન્ડ કિમબર્લી ગુલિયાફોયલ હાલમાં જ કોરોના પોઝિટિવ આવી હતી.
નોંધનીય છે કે, અમેરિકામાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં અમેરિકામાં રોજ સરેરાશ દોઢ લાખ કેસ આવી રહ્યા ઝે બે સપ્તાહની સરેરાશ કરતાં 77 ટકા વધારે છે. દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા અઢી લાખને પાર કરી ગઈ છે. વિતેલા સપ્તાહ સુધી અમેરિકામાં અંદાજે 10 લાખ 40 હજાર બાળકો અને યુવા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion