શોધખોળ કરો

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વિનાશક હુમલો કરવાની ધમકી આપી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે બુધવારે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી વિનાશક હુમલો થઈ શકે છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ અને સિરિક વિસ્તારો પર હુમલો કર્યો.
  • હુમલાઓમાં જોરદાર વિસ્ફોટો થયા, બે માછીમારોના મોત નીપજ્યા.
  • ચાબહારમાં હોસ્પિટલ અને બંદરોને નુકસાન, ઘણા ભાગોમાં વીજળી ગુલ થઈ.
  • ટ્રમ્પે ઈરાનના હુમલાનો જવાબ આપ્યો, વધુ ગંભીર ચેતવણી આપી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વિનાશક હુમલો કરવાની ધમકી આપી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે બુધવારે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી વિનાશક હુમલો થઈ શકે છે. હવે, અમેરિકી સૈન્યએ ઈરાન પર હુમલો શરૂ કર્યો છે. ઈરાનના બંદર અબ્બાસ અને સિરિક વિસ્તારો પર અમેરિકાએ હુમલાઓ કર્યા છે 

બંને વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાની સમાચાર એજન્સી મિઝાન અનુસાર, બંદર અબ્બાસ અને સિરિક બંનેમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાની સમાચાર એજન્સી મેહરે પણ બંદર અબ્બાસમાં વિસ્ફોટોની પુષ્ટી કરી હતી. મેહરના અહેવાલ મુજબ, બુધવારે ઈરાન પર અમેરિકાના હુમલામાં બે માછીમારોના મોત થયા હતા.

ઈરાની સમાચાર એજન્સી મેહર અનુસાર, ચાબહાર અને કોનારક નજીક પણ જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવ થઈ છે ઈરાનની સરકારી  સમાચાર એજન્સી IRNA અનુસાર, તાજેતરના હુમલાઓ બાદ ચાબહારના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

ઈરાન પર અમેરિકાના 80 હુમલાઓ, ટ્રમ્પે કહ્યું - હવે કોઈ ડીલ નહીં!

ઈરાનના સરકારી પ્રેસ ટીવી અનુસાર, અબુ મુસા ટાપુ પર કુલ 10 વિસ્ફોટ થયા. ચાબહાર અને કોનારકમાં પણ દસ વિસ્ફોટ સાંભળવામાં આવ્યા. ચાબહારમાં એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં ઉપયોગવામાં લેવાયેલા હથિયારનો કાટમાળ પડ્યો અને અમેરિકાના હુમલાથી શહીદ બેહેશ્તી પોર્ટ, કલંતરી પોર્ટ અને દરિયાઈ ટ્રાફિક નિયંત્રણ ટાવરને પણ નુકસાન થયું. બંદર અબ્બાસમાં આઠ વિસ્ફોટ થયા અને સિરિકમાં ત્રણ થયા હતા. 

પ્રેસ ટીવી અનુસાર, બુશેહરમાં બે પ્રોજેક્ટાઇલ પણ પડી ગયા હતા અને જાસ્કમાં અનેક વિસ્ફોટ થયા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચાબહાર હુમલામાંથી નીકળતી જ્વાળાઓનો ફોટો ટ્રુથ સોશિયલ પર શેર કર્યો. તેમણે લખ્યું કે આ ગઈકાલે જહાજો પર ઈરાનના હુમલાનો જવાબ હતો. તેમણે વધુમાં ધમકી આપી હતી કે જો આવી કાર્યવાહી ફરીથી થશે તો પ્રતિક્રિયા વધુ ગંભીર હશે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ હુમલાઓની પુષ્ટી કરી. સેન્ટકોમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના નિર્દેશ પર યુએસ દળોએ ઈરાન સામે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. યુએસ સૈન્યએ જણાવ્યું હતું કે આ હુમલાઓ હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને ધમકી આપવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવા માટે કરવામાં આવી રહ્યા છે.

ટ્રમ્પે વિનાશક હુમલાની ચેતવણી આપી હતી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વિનાશક હુમલાની ચેતવણી આપી હતી, અને કહ્યું હતું કે તેઓ જોરદાર જવાબ આપશે. તુર્કીમાં નાટો સમિટ દરમિયાન યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત પહેલાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે યુએસ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે. નાટોએ પણ યુએસ લશ્કરી કાર્યવાહીને ટેકો વ્યક્ત કર્યો છે.

Frequently Asked Questions

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કઈ ધમકી આપી હતી?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર વિનાશક હુમલો કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે બુધવારે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી વિનાશક હુમલો થઈ શકે છે.

અમેરિકાએ ઈરાનના કયા વિસ્તારો પર હુમલો કર્યો?

અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ અને સિરિક વિસ્તારો પર હુમલા કર્યા. ચાબહાર, કોનારક, અબુ મુસા ટાપુ, બુશેહર અને જાસ્કમાં પણ વિસ્ફોટો સંભળાયા હતા.

ઈરાન પર અમેરિકી હુમલાઓથી શું નુકસાન થયું?

હુમલામાં બે માછીમારોના મોત થયા. ચાબહારના ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને હોસ્પિટલ પર હથિયારનો કાટમાળ પડ્યો હતો. બંદર અને નિયંત્રણ ટાવરને પણ નુકસાન થયું.

અમેરિકાએ ઈરાન પર શા માટે હુમલો કર્યો?

ટ્રમ્પે તેને જહાજો પરના ઈરાની હુમલાનો જવાબ ગણાવ્યો. સેન્ટકોમે કહ્યું કે આ હુમલાઓ હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને ધમકી આપવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવા માટે કરાયા હતા.

Advertisement

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget