શોધખોળ કરો

શું અમેરિકા ઈરાન પર પરમાણુ બોમ્બ ફેંકશે? ટ્રમ્પની ખતરનાક ધમકી બાદ વ્હાઇટ હાઉસે કર્યો મોટો ખુલાસો

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની 'સભ્યતા ખતમ' કરવાની ધમકી આપ્યા બાદ દુનિયામાં પરમાણુ યુદ્ધનો ડર ફેલાયો હતો; હવે વ્હાઇટ હાઉસે સત્તાવાર નિવેદન આપીને અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વ્હાઇટ હાઉસ: ઈરાન સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં.
  • ટ્રમ્પની 'સભ્યતાનો નાશ'ની ધમકી બાદ અમેરિકાનું સ્પષ્ટીકરણ.
  • ઈરાન પર આક્રમણની અટકળો પર વ્હાઇટ હાઉસનું વિરામ.
  • વૈશ્વિક તણાવ વચ્ચે અમેરિકાનો શાંતિપૂર્ણ અભિગમ.
  • વ્હાઇટ હાઉસે સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ઈરાન વિરુદ્ધ કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું નથી.
  • 7 એપ્રિલ, 2026ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનની 'સભ્યતા ખતમ' કરવાની ધમકી આપતા વિશ્વભરમાં પરમાણુ યુદ્ધનો ફફડાટ ફેલાયો હતો.
  • ટ્રમ્પે ઈરાનમાં 47 વર્ષના ભ્રષ્ટાચાર અને મોતના ચક્રનો અંત આવવાની વાત કરી હતી, પરંતુ વ્હાઇટ હાઉસના તાજા નિવેદને પરમાણુ હુમલાની તમામ આશંકાઓ ફગાવી દીધી છે.

white house iran nuclear denial: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર તણાવ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 'સભ્યતાનો નાશ' કરવાની ધમકી બાદ આખી દુનિયામાં એવો ડર ફેલાયો હતો કે શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો (Nuclear Attack) કરવાની તૈયારી કરી રહ્યું છે? જોકે, હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન 'વ્હાઇટ હાઉસ' દ્વારા એક મોટું અને સત્તાવાર નિવેદન બહાર પાડીને આ આખી પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ઈરાન સામે કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું નથી.

વોશિંગ્ટનથી મળતા અહેવાલો મુજબ, હાલમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માહોલ વચ્ચે મંગળવારે (7 એપ્રિલ, 2026) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને ઈરાનને સીધી ધમકી આપી હતી. તેમના આકરા શબ્દો બાદ વૈશ્વિક સ્તરે એવો હોબાળો મચી ગયો હતો કે ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકી શકે છે. પરંતુ, વ્હાઇટ હાઉસના તાજા નિવેદને આ અટકળો પર પાણી ફેરવી દીધું છે અને દુનિયાને મોટી રાહત આપી છે કે પરમાણુ હથિયારોનો કોઈ ઉપયોગ થવાનો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હાઇટ હાઉસનું આ નિવેદન ટ્રમ્પની એ પોસ્ટના થોડા સમય બાદ જ આવ્યું છે, જેમાં તેમણે વિનાશની વાત કરી હતી. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "આજે રાત્રે એક આખી સભ્યતા કાયમ માટે ખતમ થઈ શકે છે, જેને ક્યારેય પાછી લાવી શકાશે નહીં. હું બિલકુલ નથી ઈચ્છતો કે આવું થાય, પરંતુ કમનસીબે આ શક્ય છે."

પોતાની ધમકીભરી પોસ્ટમાં વધુમાં ટ્રમ્પે લખ્યું હતું કે, "જોકે, હવે સત્તા પૂરી રીતે બદલાઈ ગઈ છે અને ઓછા કટ્ટરપંથી, વધુ સમજદાર અને બુદ્ધિશાળી લોકોના હાથમાં છે, તો કદાચ કંઈક ક્રાંતિકારી અને સકારાત્મક બની શકે છે. કોણ જાણે? આજે રાત્રે આપણે દુનિયાના સૌથી લાંબા અને જટિલ ઈતિહાસની એક દુર્લભ ક્ષણના સાક્ષી બનીશું. આખરે 47 વર્ષના ભ્રષ્ટાચાર, જબરદસ્તી અને મોતના ચક્રનો અંત આવી રહ્યો છે. ભગવાન ઈરાનના મહાન લોકોનું રક્ષણ કરે."

Frequently Asked Questions

શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે?

ના, વ્હાઇટ હાઉસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અમેરિકા ઈરાન સામે કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શું ધમકી આપી હતી?

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 'આજે રાત્રે એક આખી સભ્યતા કાયમ માટે ખતમ થઈ શકે છે'. જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ આવું ઈચ્છતા નથી.

વ્હાઇટ હાઉસના નિવેદનનો હેતુ શું હતો?

વ્હાઇટ હાઉસના નિવેદનનો હેતુ ટ્રમ્પની ધમકીભરી પોસ્ટ બાદ ફેલાયેલી અટકળોને દૂર કરવાનો અને સ્પષ્ટતા કરવાનો હતો કે પરમાણુ હથિયારોનો કોઈ ઉપયોગ થવાનો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget