શોધખોળ કરો

General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

Crying In Space: અંતરિક્ષમાં આંસુ આંખમાંથી વહેતા નથી. આવો જાણીએ શું છે આની પાછળનું કારણ અને વિજ્ઞાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પૃથ્વી પર આંસુ ગુરુત્વાકર્ષણથી પડે, અંતરિક્ષમાં ચોંટેલા રહે.
  • માઈક્રોગ્રેવિટીમાં સપાટી તણાવ આંસુને ગોળાકાર આકાર આપે છે.
  • આનાથી અંતરિક્ષયાત્રીઓની દ્રષ્ટિ અવરોધાય, સ્પેસવોકમાં જોખમ.

Crying In Space: પૃથ્વી પર, રડવું એ માનવ શરીરના સૌથી સરળ કામોમાંથી એક લાગે છે. આંખોમાંથી આંસુ નીકળે છે અને ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ)ના કારણે તે આપમેળે ગાલ પર સરકીને નીચે પડી જાય છે. પરંતુ અંતરિક્ષમાં આ જ પ્રક્રિયા ખૂબ જ અલગ રીતે કામ કરે છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવા સ્પેસક્રાફ્ટમાં માઇક્રો ગ્રેવિટીવાળા વાતાવરણમાં આંસુ બસ નીચે પડતા નથી. એના બદલે તે આંખથી ચોંટેલા રહે છે અને ધીમે-ધીમે પાણીનું એક તરતું અને ફેલાતું ટીપું અથવા ગોળો બનાવી શકે છે. આનું કારણ એસ્ટ્રોનોટ્સ દ્વારા આંસુ ન બનાવી શકવું નથી પણ ફિઝિક્સ છે. આવો જાણીએ શું છે આની પાછળનું કારણ.

 

માઇક્રો ગ્રેવિટીમાં આંસુઓ સાથે શું થાય છે?

પૃથ્વી પર આ પ્રક્રિયા એકદમ સીધી-સાદી છે. ટીયર ડક્ટ્સ લિક્વિડ (આંસુ) બનાવે છે અને ગ્રેવિટી તે લિક્વિડને ચહેરા પર નીચેની તરફ ખેંચે છે. પરંતુ માઇક્રો ગ્રેવિટીમાં નીચેની તરફ એવું કોઈ બળ (ફોર્સ) હોતું નથી જે આંસુઓને ગાલ પર નીચેની તરફ વહેવામાં મદદ કરી શકે.

આ પણ વાંચો... ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

જેવા આંસુ નીકળે છે કે તરત જ સરફેસ ટેન્શન તેમની હિલચાલને કંટ્રોલ કરવા લાગે છે. પાણીના મોલેક્યુલ્સ (અણુઓ) કુદરતી રીતે એકબીજાને પોતાની તરફ ખેંચે છે. આ ગુણધર્મને કોહેઝન કહેવાય છે. તેઓ એડહેઝન દ્વારા સપાટીઓ સાથે પણ ઇન્ટરેક્ટ કરે છે. આ બધા ફોર્સ મળીને લિક્વિડને આંખ સાથે ચોંટાડી રાખે છે, તેને નીચે પડવા દેતા નથી. પાતળી ધાર બનાવવાના બદલે આંસુ આંખની ચારેય તરફ એક ગોળ ટીપું કે પછી ગોળાકાર પળ બનાવી શકે છે.

પાણી ગોળો કેમ બનાવે છે?

સરફેસ ટેન્શનના કારણે લિક્વિડ પોતાની સપાટીના એરિયાને ઓછો કરવાનો પ્રયાસ કરે છે. માઇક્રો ગ્રેવિટીમાં જ્યાં ગ્રેવિટી લિક્વિડના આકારને બહુ બદલી શકતી નથી, પાણી ગોળ આકાર લેવા લાગે છે. આ જ કારણે એસ્ટ્રોનોટ સ્પેસક્રાફ્ટની આસપાસ પાણીના ટીપાંને તરતા જોઈ શકે છે. આ જ વાત આંસુ પર પણ લાગુ પડે છે. જેમ-જેમ વધુ લિક્વિડ બને છે તેમ-તેમ ટીપું મોટું થઈ શકે છે અને ત્વચા સાથે ચોંટીને ચહેરા પર ફેલાઈ શકે છે.

કેનેડાના એસ્ટ્રોનોટ ક્રિસ હેડફિલ્ડે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આ ઘટનાનું ખૂબ જ સરસ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. પ્રયોગ દરમિયાન તેમણે સીધું પોતાની આંખમાં પાણી નાખ્યું. ગાલ પર નીચે વહેવાના બદલે પાણીએ તેમની આંખો પર એક પારદર્શક પળ બનાવી દીધી. જેમ-જેમ વધુ પાણી નાખવામાં આવ્યું તેમ-તેમ તે ગોળો ફેલાતો ગયો અને તેમના ચહેરા પર આગળ વધતો ગયો તથા આખરે બીજી આંખ સુધી પહોંચી ગયો. આનાથી સ્પષ્ટપણે જોવા મળ્યું કે માઇક્રો ગ્રેવિટીમાં સામાન્ય લિક્વિડ કેવું અલગ વર્તન કરી શકે છે.

શું આનાથી એસ્ટ્રોનોટ અંધ થઈ શકે છે?

આનો જવાબ છે હા. આંખોની આસપાસ ખૂબ જ વધારે પ્રવાહી પદાર્થ જમા થવાથી અંતરિક્ષ યાત્રીઓની દૃષ્ટિમાં અડચણ આવી શકે છે. પાંપણો પટપટાવવાથી આ સમસ્યા હંમેશાં ઉકેલાતી નથી. એવું એટલા માટે કારણ કે આનાથી પ્રવાહી પદાર્થ વહી જવાના બદલે વધુ ફેલાઈ શકે છે.

આ જરૂરી કામો દરમિયાન મોટી પરેશાની પણ ઊભી કરી શકે છે. અંતરિક્ષ યાનની અંદર, અંતરિક્ષ યાત્રી વધારાના પ્રવાહી પદાર્થને હટાવવા માટે કપડાં અથવા તો સોષી લે તેવી વસ્તુનો ઉપયોગ કરી શકે છે. જોકે સ્પેસ વૉક દરમિયાન સ્થિતિ વધુ મુશ્કેલ બની જાય છે. સ્પેસ સૂટ પહેરેલા અંતરિક્ષ યાત્રી સરળતાથી પોતાના હાથથી ચહેરો લૂછી શકતા નથી. હેલમેટ અને સૂટ એક બંધ વાતાવરણ બનાવે છે જેમાં વધારાના પ્રવાહી પદાર્થને સંભાળવો ખૂબ જ મુશ્કેલ હોય છે.

સ્પેસ વૉક દરમિયાન ગંભીર ખતરો

સ્પેસ વૉક અથવા તો એક્સ્ટ્રા વ્હીકલર એક્ટિવિટી માટે અંતરિક્ષ યાત્રીઓએ દબાણવાળા સ્પેસ સૂટ પહેરીને અંતરિક્ષ યાનની બહાર કામ કરવું પડે છે. રસ્તો શોધવા, સાધનો સંભાળવા અને વાતચીત કરવા માટે તેમની દૃષ્ટિ સ્પષ્ટ હોવી ખૂબ જ જરૂરી છે. જો આંખો પર આંસુ કે પછી અન્ય કોઈ પ્રવાહી પદાર્થ જમા થઈ જાય તો તે અડચણને હટાવવી મુશ્કેલ બની શકે છે. આ જ કારણે અંતરિક્ષ યાત્રીઓ પાસે સૂટની અંદર પ્રવાહી પદાર્થ અને બીજી સમસ્યાઓને સંભાળવા માટે ખાસ રીતો અને સાધનો હોય છે.

Frequently Asked Questions

માઇક્રો ગ્રેવિટીમાં આંસુઓ સાથે શું થાય છે?

માઇક્રો ગ્રેવિટીમાં આંસુ નીચે પડતા નથી, પરંતુ આંખથી ચોંટેલા રહે છે. તે ધીમે-ધીમે એક તરતું અને ફેલાતું ટીપું અથવા ગોળો બનાવી શકે છે.

માઇક્રો ગ્રેવિટીમાં પ્રવાહી ગોળાકાર આકાર કેમ લે છે?

સરફેસ ટેન્શનના કારણે પ્રવાહી પોતાની સપાટીના વિસ્તારને ઓછો કરવાનો પ્રયાસ કરે છે. ગ્રેવિટીની ગેરહાજરીમાં, પાણી ગોળ આકાર લે છે.

શું અંતરિક્ષમાં આંસુ અંતરિક્ષ યાત્રીની દૃષ્ટિને અવરોધી શકે છે?

હા, આંખોની આસપાસ વધારે પ્રવાહી જમા થવાથી દૃષ્ટિમાં અડચણ આવી શકે છે. પાંપણ પટપટાવવાથી સમસ્યા ઉકેલાતી નથી, ઉલટાનું પ્રવાહી વધુ ફેલાઈ શકે છે.

સ્પેસ વૉક દરમિયાન આંસુ કઈ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે?

સ્પેસ વૉક દરમિયાન અંતરિક્ષ યાત્રીઓ સ્પેસ સૂટ પહેરેલા હોવાથી ચહેરો લૂછી શકતા નથી. હેલમેટ અને સૂટમાં વધારાના પ્રવાહીને સંભાળવું મુશ્કેલ બને છે, જે દૃષ્ટિને અવરોધે છે.

Advertisement

ટોપ સ્ટોરી

6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
Embed widget