શોધખોળ કરો
આ છે વિશ્વની સૌથી મોટી સોનાની વીંટી, કિંમત જાણીને રહી જશો દંગ

શંઘાઈ: ચીનની શંઘાઈમાં દુનિયાની સૌથી મોટી સોનાની વીંટી પ્રદર્શિત કરવામાં આવી છે. મેમાં આ વીંટીનો ગિનિજ વર્લ્ડ રેકોર્ડસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેનું વજન 82.2 કિલોગ્રામ અને કીંમત 29.73 કરોડ રૂપિયા છે. અગાઉ સૌથી વજનદાર અને સૌથી મોટી વીંટીનો રેકોર્ડ દુબઈમાં પ્રદર્શિત 64 કિલોગ્રામ વજનની સોનાની વીંટીનો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, આ વીંટી એક ચીની કંપનીએ બનાવી છે. આ વીંટીને દુનિયાની સૌથી મોટી ગોલ્ડ રિંગ ગણાવતા ગિનિજ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેની શુદ્ધતા 99.99 ટકા છે. આવી છે દુબઈમાં પ્રદર્શિત વીંટી અગાઉ દુનિયાની સૌથી મોટી વીંટીને દુબઈના ડેરા ગોલ્ડ સૌક બજારમાં રજૂ કરવામાં આવી હતી. આ વીંટીમાં 5.1 કિલોગ્રામના સ્ટોન્સ જડવામાં આવ્યા હતા. 2000માં તેની કીંમત 5.47 લાખ ડૉલર હતી, જે ત્યારે વધીને 30 લાખ ડૉલર થઈ ગઈ છે. 2000માં જ્યારે સોનાની કિંમત 250 ડૉલર પ્રતિ ઔંસ હતી, ત્યારે સઉદી અરબના આભૂષણ નિર્માતા તૈયબાએ તેને બનાવી હતી.
Before You Go
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ






















