શોધખોળ કરો
IN PICS: Parineeti Chopra એ પોસ્ટ કરી લગ્નની તસવીરો, મંડપમાં પરિણીતી સાથે રોમેન્ટિક થયો રાઘવ
Parineeti-Raghav Chadha Wedding First Photo: અભિનેત્રી પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા દ્વારા લગ્નની પહેલી ઝલક બતાવી છે. અભિનેત્રીએ પોતાના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Parineeti-Raghav Chadha Wedding First Photo: અભિનેત્રી પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા દ્વારા લગ્નની પહેલી ઝલક બતાવી છે. અભિનેત્રીએ પોતાના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/8

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના ગઈકાલે ઉદયપુરમાં શાહી લગ્ન થયા હતા. હવે અભિનેત્રીએ તેના લગ્નની પ્રથમ તસવીરો પણ ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
3/8

પરિણીતી અને રાઘવ તેમના લગ્નમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ દરમિયાન AAP નેતા રાઘવ પરિણીતિનો હાથ પકડીને વેન્યૂમાં એન્ટ્રી કરતો જોવા મળી રહ્યા છે.
4/8

પરિણીતી અને રાઘવના લગ્ન સંપૂર્ણ રીત રિવાજ સાથે થયા હતા.આ તસવીર કપલના લગ્ન પછી લેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ફોટામાં પરિણીતી તેના પતિ પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.
5/8

પરિણીતી મનીષ મલ્હોત્રાના બેજ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે તેની સાથે મેચિંગ જ્વેલરી કેરી કરી હતી.
6/8

પરિણીતીના રાજકુમાર રાઘવે તેના મામા અને ફેશન ડિઝાઈનર પવન સચદેવા દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેર્યો હતો.
7/8

આ તસવીર કપલની વરમાળા સેરેમની દરમિયાન લેવામાં આવી હતી. આ કપલના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થયા હતા. આ દરમિયાન સમગ્ર લીલા પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવેલો જોવા મળ્યો હતો. આ તસવીરો શેર કરતા પરિણીતી ચોપરાએ લખ્યું - અમે નાસ્તાના ટેબલ પર જે વાત કરી તે પહેલા અમારા દિલને આ વાતની ખબર પડી. ...હું ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી. અમે બંને મિસ્ટર અને મિસિસ બનીને ખૂબ જ ખુશ છીએ. અમે એકબીજા વિના જીવી શકતા નથી.
8/8

લગ્નના રિસેપ્શનમાંથી કપલની પહેલી તસવીર પણ સામે આવી હતી. ફોટામાં પરિણીતી ગુલાબી રંગની ચમકદાર સાડીમાં ગુલાબી બંગડીઓ અને સિંદૂરમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. બ્લેક સૂટ-બૂટમાં રાઘવ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
Published at : 25 Sep 2023 11:29 AM (IST)
Tags :
Udaipur Parineeti Chopra Raghav Chadha Raghav Chadha Wedding Parineeti Chopra Engagement Parineeti Chopra Raghav Chadha Engagement Parineeti Chopra-Raghav Chadha Raghav Chadha Parineeti Chopra Parineeti Chopra Raghav Chadha Marriage Parineeti Chopra Wedding Parineeti Chopra And Raghav Chadha Wedding Parineeti Chopra And Raghav Chadha Wedding News Raghav Chadha With Parineeti Chopra Parineeti Chopra With Raghav Chadha.વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ધર્મ-જ્યોતિષ
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
