શોધખોળ કરો
Pathaan : દીપિકાની ચુલબુલી અદાઓ, જાહેરમાં શાહરૂખ સાથે કરી રોમેંટિક હરકતો-Photos
Pathaan Press Conference: શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. જેના કારણે ચાહકોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી. આ સાથે જ થિયેટરોમાં પણ ફિલ્મ જોવા માટે લોકોની કતારો લાગી ગઈ હતી.

Deepika Padukone and Shahrukh Khan
1/7

ફિલ્મ પઠાણના આટલા વિવાદો બાદ પણ ફિલ્મના કલાકારોએ કોઈ ટિપ્પણી કરી ન હતી.પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
2/7

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ રિલીઝ થયા બાદ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પઠાણની સ્ટાર કાસ્ટ જોડાઈ હતી.
3/7

પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની સાથે જોન ઈબ્રાહિમ અને આદિત્ય હાજર હોવાનું જોવા મળ્યું હતું. જ્યાં શાહરૂખ ખાને ફિલ્મ પઠાણ વિશે ઘણું કહ્યું.
4/7

પરંતુ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. પરંતુ જોન અબ્રાહમ બહુ ઓછો જોવા મળતો હતો.
5/7

આ પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખ ખાને ફિલ્મ પઠાણ વિશે ઘણું બધું કહ્યું. તેમજ સૌનો આભાર માન્યો હતો.
6/7

પરંતુ આ ઈવેન્ટ સમયે જોન અબ્રાહમ એકદમ ગેરહાજર દેખાતા હતા. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પણ એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. પરંતુ જ્હોનની કોઈ ખાસ પ્રતિક્રિયા જાહેર થઈ શકી નથી.
7/7

આ સમયે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની જોડી ખૂબ જ જામી રહી છે. તેમજ અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Published at : 30 Jan 2023 10:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
