રશ્મિ દેસાઈ ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાની મહેનત અને સંઘર્ષના આધારે એક અલગ ઓળખ બનાવી છે. રશ્મિએ વર્ષ 2006માં સિરિયલ રાવણથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે, રશ્મિ દેસાઈને સૌથી વધુ ઓળખ કલર્સ ચેનલના શો ઉત્તરણમાં તપસ્યાની ભૂમિકા ભજવીને મળી હતી.
2/5
રશ્મિ દેસાઈ પોતાની લવ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સૌ પ્રથમવાર રશ્મિ નંદિશ સંધુને ડેટ કરી રહી હતી. બંનેની મુલાકાત ઉત્તરાયણના સેટ પર થઈ હતી, પછી બંનેની મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ હતી. વર્ષ 2012માં રશ્મિ દેસાઈએ નંદિશ સંધુ સાથે લગ્ન કર્યા. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 4 વર્ષ પછી છૂટાછેડા થઈ ગયા.
3/5
જે બાદ રશ્મિનું નામ લક્ષ લાલવાણી સાથે પણ જોડાયું હતું. રશ્મિ લક્ષ્ય કરતાં 10 વર્ષ મોટી હતી, તેથી અભિનેત્રીની માતાને આ સંબંધ મંજૂર નહોતો. પછી લક્ષ્ય અને રશ્મિના સંબંધોનો અંત આવ્યો હતો.
4/5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા શો દિલ સે દિલ તક દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. જોકે કોઇ કારણોસર તેમનો સંબંધ ચાલી શક્યો ન હતો.
5/5
જે બાદ રશ્મિ દેસાઈનું નામ અરહાન ખાન સાથે જોડાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરહાન અને રશ્મિ પણ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પરંતુ બંન્નેના સંબંધોને અંત આવ્યો હતો