શોધખોળ કરો
22 ફિલ્મો ફ્લોપ રહી તો છોડી ઈન્ડસ્ટ્રી, હવે જ્યુસ વેચી રહ્યો છે આ અભિનેતા, નેટવર્થ એટલી છે કે જાણીને ઉડી જશે હોશ
આ અભિનેતાએ પોતાના કરિયરમાં ફ્લોપની હારમાળા લગાવી દીધી હતી ત્યારબાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી અને આજે તેઓ જ્યુસ વેચી રહ્યા છે. ચાલો જાણીએ આપણે કયા અભિનેતાની વાત કરી રહ્યા છીએ?
બોલીવુડમાં ઘણા એવા અભિનેતાઓ છે જેમનું કરિયર કડી મહેનત પછી પણ સફળ ન રહ્યું. આજે અમે તમને એવા જ એક હીરો વિશે જણાવીશું જેમણે પોતાના કરિયરમાં માત્ર 1 હિટ ફિલ્મ આપી અને તેમની 22 ફિલ્મો ફ્લોપ રહી. ઘણી ફ્લોપ ફિલ્મો આપ્યા પછી તેમણે ફિલ્મો છોડી દીધી. જોકે, તેમણે વાપસી કરી અને હવે ઘણી કંપનીઓ પણ ચલાવે છે.
1/7

અમે જે અભિનેતાની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ ડિનો મોરિયા છે. ડિનો એક ફેશન મોડેલથી અભિનેતા બન્યા હતા. તેમણે ઘણી હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું.
2/7

ડિનોએ ફિલ્મ 'પ્યાર મેં કભી કભી'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બુરી રીતે નિષ્ફળ રહી હતી. પરંતુ ત્યારબાદ બિપાશા બસુ સાથે તેમની બીજી ફિલ્મ 'રાઝ' બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા.
Published at : 23 Nov 2024 05:19 PM (IST)
આગળ જુઓ




















