શોધખોળ કરો
ભાવનગરનો ભાલ પંથક જળબંબાકાર: માનવસર્જિત પૂરે અનેક ગામોને બેટમાં ફેરવ્યા, ગેરકાયદે પાળાથી પાણીનો નિકાલ અટક્યો
Bhavnagar floods: ડ્રોન કેમેરામાં કેદ થયા વિનાશકારી દ્રશ્યો; માઢીયા, પાળીયાદ, દેવળીયા સહિતના ગામોમાં ભારે તારાજી; 10 વર્ષથી સમસ્યા છતાં તંત્રની નિષ્ક્રિયતા બાદ કાર્યવાહી શરૂ.
Bhal Panthak rain news: ધોધમાર વરસાદ બાદ ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, અને ડ્રોન કેમેરામાં કેદ થયેલા આકાશી દ્રશ્યો આ જળબંબાકારની ભયાવહતા દર્શાવે છે. આ પૂર સંપૂર્ણપણે માનવસર્જિત હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ભાલ પંથકના મોટાભાગના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે.
1/5

ખાસ કરીને, માઢીયા ગામના દ્રશ્યો હૃદયદ્રાવક છે. અહીં મીઠાના અગરોના માલિકો દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલા પાળા વરસાદી પાણીના કુદરતી નિકાલમાં અવરોધરૂપ બન્યા છે.
2/5

આના પરિણામે, વરસાદના પાણીનો ભરાવો થતાં ગામોના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ભાલ પંથકના પાળીયાદ, દેવળીયા, માઢીયા, સવાઈનગર, સનેસ, ખેતા ખાટલી, અને કાળા તળાવ જેવા ગામો આ માનવસર્જિત પૂરને કારણે ભારે નુકસાન પામ્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
Published at : 22 Jun 2025 05:57 PM (IST)
આગળ જુઓ





















