શોધખોળ કરો

Aadhaar New SOP: આધાર કાર્ડમાં નામ-અટક બદલવાના નિયમો બદલાયા, જાણો લગ્ન પછી અટક સુધારવાની સંપૂર્ણ પ્રક્રિયા

Aadhaar name change new rules: UIDAI દ્વારા નામમાં નાના-મોટા ફેરફારો માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર, હવે ઘરે બેઠા ઓનલાઇન નામ નહીં બદલી શકાય.

જો તમારા આધાર કાર્ડમાં નામના સ્પેલિંગમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, લગ્ન બાદ અટક બદલવાની હોય કે પછી તમારું આખું નામ બદલવું હોય, તો આ નિયમો જાણવા અત્યંત જરૂરી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં નામ સુધારણા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે. 18 સપ્ટેમ્બર, 2026 થી લાગુ થયેલા આ નવા નિયમો મુજબ હવે નામમાં નાના કે મોટા દરેક પ્રકારના ફેરફાર માટે અલગ-અલગ દસ્તાવેજો અને નિર્ધારિત સોગંદનામા (Affidavit) રજૂ કરવા પડશે.

1/6
સૌથી મહત્વનો ફેરફાર એ છે કે હવે તમે ઘરે બેઠા સેલ્ફ-સર્વિસ ઓનલાઇન પોર્ટલ મારફતે આધારમાં નામ સુધારી શકશો નહીં. નવી માર્ગદર્શિકા મુજબ અરજદારે સબમિટ કરેલા દસ્તાવેજો, એફિડેવિટ અને સરકારી ગેઝેટ નોટિફિકેશનની UIDAI દ્વારા અત્યંત કડક ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે નામના ફેરફારોને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે, જેથી નાગરિકો યોગ્ય દસ્તાવેજો સાથે જ અરજી કરી શકે.

2/6
નવા નિયમો અનુસાર નામના ટૂંકા અક્ષરો (Initials) ને લંબાવીને પૂરું નામ કરવું, વચ્ચેનું નામ કે અટક ઉમેરવી અથવા દૂર કરવી, નામના શબ્દોનો ક્રમ આગળ-પાછળ કરવો કે સામાન્ય સ્પેલિંગ સુધારવી—આ તમામને 'માઇનોર ચેન્જિસ' ગણવામાં આવશે. આ પ્રકારના ફેરફારોમાં વ્યક્તિની મૂળ ઓળખ બદલાતી ન હોવાથી સરળ પ્રક્રિયા રહેશે. ઉદાહરણ તરીકે, જો કોઈનું નામ 'રામ પ્રસાદ' હોય અને તે 'રામ શ્યામ પ્રસાદ' કરાવવા માંગે, તો તેને નાના ફેરફાર તરીકે માન્ય રાખવામાં આવશે.

3/6
મહિલાઓ માટે લગ્ન કે છૂટાછેડા બાદ નામ અથવા અટક બદલવા માટે ખાસ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું છે. આ કિસ્સામાં પરિશિષ્ટ D (Annexure D) મુજબનું નિર્ધારિત સોગંદનામું અને માન્ય ઓળખનો પુરાવો (PoI) આપવો ફરજિયાત છે. આ એફિડેવિટમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવો જરૂરી છે કે આ ફેરફાર માત્ર લગ્ન કે છૂટાછેડાના કારણે કરવામાં આવી રહ્યો છે અને તેનાથી અરજદારની મૂળભૂત વ્યક્તિગત ઓળખ બદલાતી નથી.

4/6
ઘણી વખત અરજી કરતી વખતે સાચી માહિતી આપવા છતાં ઓપરેટરની ટાઇપિંગ ભૂલ કે ભાષાંતરના કારણે નામ ખોટું નોંધાઈ જતું હોય છે. આવા ડેટા એન્ટ્રીના કિસ્સામાં પુખ્ત વયના નાગરિકોએ પરિશિષ્ટ B (Annexure B) અને સગીર બાળકો માટે પરિશિષ્ટ C (Annexure C) મુજબનું સોગંદનામું તથા PoI કે PoR જમા કરાવવાનું રહેશે. જો અંગ્રેજીમાં નામ સાચું હોય પરંતુ ગુજરાતી કે પ્રાદેશિક ભાષામાં ખોટું છપાયું હોય, તો પણ આ નિર્ધારિત સોગંદનામા દ્વારા સુધારો થઈ શકશે.

5/6
જો કોઈ વ્યક્તિ પોતાનું નામ સંપૂર્ણપણે બદલવા માંગતી હોય અને તેની પાછલી ઓળખ સંપૂર્ણ બદલાઈ રહી હોય, તો તેને 'મેજર નેમ ચેન્જ' ગણવામાં આવશે. આવા કિસ્સામાં ભારત સરકારનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન (રાજપત્ર) રજૂ કરવું અનિવાર્ય છે. ગેઝેટ નોટિફિકેશન વિના કોઈ પણ સંજોગોમાં આધાર કાર્ડમાં સંપૂર્ણ નામ પરિવર્તનની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

6/6
આધારમાં નામ સુધારવા માટે હવે તમારે રૂબરૂ આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે. સૌથી પહેલાં તમારા ફેરફારની શ્રેણી નક્કી કરી તે મુજબ અસલ દસ્તાવેજો અને વકીલ કે નોટરી પાસેથી લાગુ પડતા પરિશિષ્ટ (Annexure B, C અથવા D) મુજબનું એફિડેવિટ તૈયાર કરાવો. ત્યારબાદ નજીકના કેન્દ્ર પર જઈ ફોર્મ ભરી બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરાવો. પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઓપરેટર પાસેથી સ્વીકૃતિ રસીદ મેળવી લો, જેના પર આપેલા 14 આંકડાના URN નંબર દ્વારા પોર્ટલ પરથી સ્ટેટસ સરળતાથી ટ્રેક કરી શકાશે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજે મોડી રાત્રે તબાહી મચાવશે ચક્રવાતી તોફાન મુરાસુ, IMD ની ચેતવણી, 2 દિવસ શાળા બંધ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO

હવે ચપટીમાં ચેક થશે PF બેલેન્સ! EPFOએ શરૂ કરી સત્તાવાર WhatsApp સર્વિસ, જુઓ રીત

ઇઝરાયલમાં કોણ બનશે PM? નેતન્યાહૂએ ગુમાવી બહુમતી, જુઓ સંસદના ચોંકાવનારા સમીકરણો
ઇઝરાયલમાં કોણ બનશે PM? નેતન્યાહૂએ ગુમાવી બહુમતી, જુઓ સંસદના ચોંકાવનારા સમીકરણો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો

બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ

કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ

રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ

Embed widget