શોધખોળ કરો
લાખો રૂપિયા એડવાન્સ લઈને ઈવેન્ટમાં ના પહોંચી આ એક્ટ્રેસ, છેતરપિંડીનો લાગ્યો આરોપ

1/5

નવી દિલ્હી: એક્ટ્રેસ સની લિયોની હાલમાં કેરળમાં વેકેશન એન્જોઈ કરી રહી છે. ત્યારે તેના પર લાખો રૂપિયા એડવાન્સ લઈને કાર્યકર્મમાં ન આવવાનો આરોપ લાગ્યો છે. સની લિયોની પર આરોપ છે કે, કોચ્ચિમાં બે પ્રોગ્રામમાં સામેલ થવા માટે તેને 29 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ તે કાર્યક્રમમાં પહોંચી નહોતી. (તસવીર-ઈન્સ્ટાગ્રામ sunnyleone)
2/5

મીડિયા રિપોટર્સ અનુસાર, આર શ્રેયસ નામના વ્યક્તિએ સની વિરુદ્ધ ફરિયાદ કરીને આરોપ લગાવ્યો છે કે, સની લિયોનીએ બે ઈવેન્ટ્સમાં સામેલ થવા માટે 29 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. પરંતુ સની કાર્યકર્માં આવી નહોતી. (તસવીર-ઈન્સ્ટાગ્રામ sunnyleone)
3/5

જો કે સનીએ પોતાના પોલીસ સમક્ષ પોતાનો પક્ષ મુકતા કહ્યું કે, રકમ 12 લાખ રૂપિયા હતી, જેને પરત કરી દેવામાં આવશે.(તસવીર-ઈન્સ્ટાગ્રામ sunnyleone)
4/5

સની લિયોની તરફથી કેરળ પોલીસના ક્રાઈમ બ્રાન્ચને જણાવવામાં આવ્યું છે કે, તે કોરોના મહામારીના કારણ ઈવેન્ટમાં સામેલ થઈ શકી નહોતી. સની લિયોની તરફથી એ પણ કહેવામાં આવ્યું કે, પ્રોગ્રામ પાંચ વખત પોસ્ટપોન થયો અને તેના માટે આયોજક પણ જવાબદાર છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ sunnyleone)
5/5

સની લિયોનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે વેબસીરિઝ બૂલેટમાં મજર આવી હતી. આ સીરિઝમાં તેની સાથે કરિશ્મા તન્ના લીડ રોલમાં હતી. જો કે સીરિઝને કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નહોતો. સની હવે વેબ સીરિઝ અનામિકામાં નજર આવસે. જેને વિક્રમ ભટ્ટ ડાયરેક્ટ કરી રહ્યા છે.(તસવીર-ઈન્સ્ટાગ્રામ sunnyleone)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
