500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ મુકાતાની સાથે સમગ્ર દેશમાં અડધી રાત્રે સોશિયલ મીડિયા રમૂજનો દોર ચાલુ થયો હતો. જ્યા એક તરફ સોશિયલ મીડિયા પર બંને ચલણી નોટો નો ઉપયોગ લારી ગલ્લાઓ પર નાસ્તો વેચવા માટે કરવામાં આવતો હોવાના ફોટો વાઇરલ થયા. તો બીજી તરફ આ ઐતિહાસિક નિર્ણયને નરેન્દ્ર મોદીની કાળા નાણાં પર સર્જીકલ સ્ટ્રાઇક કહેવામાં આવી.