લંડનઃ વિદેશમાં ભણવા લોકો લોન લેવી, ઘર વેચવા જેવા સમાચાર તો સાંભળ્યા હશે પરંતુ લંડનમાં ભણવા માટે રશિયાની બે યુવતીઓએ પોતાની વર્જિનિટી વેચવા માટે ઓનલાઈન બોલી મંગાવી છે. આમાં બિર્સ પણ પૂરતો રસ દાખવતા બન્નેની હરાજી બોલાવી હતી.
2/6
બ્રિટનમાં ભણવા માટે આવેલી રશિયાની યુવતી એરિયાનાએ જ્યારે પોતાની વર્જિનિટી વેચવા માટે ઓનલાઈન હરાજી કરી ત્યારે તેની બોલી 1.30 લાખ પાઉન્ડ (આશરે 1.13 કરોડ રૂપિયા) સુધી લાગી છે. એરિયાના સાથે તેની મિત્ર પણ આ જ કારણસર વર્જિનિટી વેચવા કાઢી છે.
3/6
એરિયાનાએ આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. મેડિસનમાં અભ્યાસ કરવા માટે આ નિર્ણય લેવો પડ્યો હતો. અભ્યાસ માટે યુનિવર્સિટીમાં ઊંચી ફી છે અને અનહીં રહેવા માટે ભાડાં પણ વધારે છે.
4/6
એરિયાનાએ જણાવ્યું કે, અન્ય દેશમાં રહેવું ઘણું કપરું છે. પરંતુ હું મારા અભ્યાસ પર ધ્યાન આપવા માગતી હતી. વર્જિનિટી વેચવી નૈતિક રીતે ખોટું નથી. મારે હેતુ અલગ છે પરંતુ જેલોકો ફક્ત નાણાં કમાવવા માટે આ નિર્ણય લે તેવું નૈતિકવાદી માને છે.
5/6
હું આ પહેલા કોઈના પ્રેમમાં પડી નથી. હું પોતે સ્વતંત્ર મહિલા છું અને જે કરવા માગું તે કરી શકું. મેં ઘણી કપરી પરિસ્થિતિમાં આ નિર્ણય લીધો છે.
6/6
મેં પાંચ વર્ષ સુધી જીવનસાથીની રાહ જોઈ પરંતુ તેમાં વધારે મહેનત કરી નહોતી. તો પછી હું શા માટે વધારે રાહ જોઉં અને શા માટે કોઈ એવા વ્યક્તિને કૌમાર્ય સોંપી દઉં જે પછીથી મારી સાથે દગો પણ કરી શકે.