શોધખોળ કરો
રાજકોટ પોલીસે દાઉદના શાર્પ શૂટર્સને પકડવવા કર્યુ દિલધડક ઓપરેશન, જાણો તમામ વિગતો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 26 Feb 2017 09:58 AM (IST)
1/5

રાજકોટ: પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની ટૂકડીએ એક દિલધડક ઓપરેશનમાં શીરડી (મહારાષ્ટ્ર)થી રાજકોટ આવી રહેલી નીતા ટ્રાવેલ્સની વોલ્વો બસને નવાગામ નજીક આંતરી અંદર મુસાફરોની સાથે બેઠેલા ચાર શૂટરોને ઝડપી લીધા છે. આ શખ્સો પાસેથી એક પિસ્તોલ છ રાઉન્ડ સાથે મળી આવી છે. પુછપરછ હાથ ધરવામાંઆવતાં જામનગરના મોટા બિઝનેસમેન કે માથાની હત્યાની સોપારી ડી-ગેંગ દ્વારા આપવામાં આવ્યાનો ધડાકો થયો હતો.
2/5

પોલીસ કમિશ્નર ગેહલોતને આ અંગે સંદિગ્ધ શખ્સો ચોક્કસ ટ્રાવેલ બસમાં મહારાષ્ટ્રથી રાજકોટ તરફ આવી રહ્યાની બાતમી મળી હતી. વહેલી સવારે પોલીસ કમિશ્નર ગેહલોતે સાથી અધિકારીઓ સાથે વ્યુહ ગોઠવી ડીસીપી ઝોન-૧ના નેજા તેળા એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને કુવાડવા પોલીસના ચુનંદા કર્મચારીઓની ટીમ બનાવી હતી. જુદા-જુદા ખાનગી અને સરકારી વાહનોનમાં આ ટીમ ચોક્કસ બસનો સુરેન્દ્રનગર પોલીસની હદમાંથી પીછો કરી રહી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના કોસ્ટેબલો ચોટીલા અને બામણ બોરથી પેસેન્જર બનીને આરોપીઓ પર વોચ રાખતા હતા. આરોપીઓ સંકા જાઈ અને આરોપીઓ ભાગી ન જાઈ તેના માટે તમામ તૈયારીઓ રાજકોટ પોલીસ હતી. રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે પહોંચે એટલે બસ ઉભી રખાવીને ચારેચાર આરોપીની પોલીસ ધરપકડ કરી ઓપરેશન પાર પાડ્યુ હતું.
3/5

ભાડૂતી શૂટરો પાસેથી પોલીસે એક પિસ્તોલ, છ કાર્ટીસ, ત્રણ છરી, ત્રણ નંબર પ્લેટ તથા મોબાઇલ ફોન કબ્જે લેવામાં આવ્યા છે
4/5

આ બસમાં બેઠેલા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી હતીય એ દરમિયાન સીટ નં. ડી-૧,૨,૩,૪ ઉપર બેઠેલા પરપ્રાંતિય દેખાતા ચાર શખ્સોના હાવભાવ પોલીસને શંકાસ્પદ લાગતાં તેને રાઉન્ડઅપ કરી અંગજડતી લેતાં એક શખ્સના નેફામાંથી પિસ્તોલ અને છ રાઉન્ડ કારતૂસ મળી આવ્યા હતાં. ચારેય શખ્સોને નીચે ઉતારી લઇ બસની ડિક્કીમાં અને બસની અંદરના રેકમાં રહેલા સામાનની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ છરીઓ, ત્રણ જુદી-જુદી સિરીઝના નંબરોવાળી વાહનની નંબર પ્લેટો મળી હતી. આ નંબર પ્લેટ જીજે...(ગુજરાત) તથા એમએચ...(મહારાષ્ટ્ર) પાસીંગની છે. મળેલા હથીયારો અને જુદી-જુદી નંબર પ્લેટ પરથી એટલુ સ્પષ્ટ થઇ ગયું છે કે ચારેય શૂટરો કોઇ મોટા પ્લાનને અંજામ આપવા જામનગર તરફ જઇ રહ્યા હતાં. કોઇ અને આ ગુનો આચર્યા પછી સ્થાનિક સ્તરેથી વાહન ચોરી ગુજરાતમાં હોય ત્યાં સુધી સ્થાનિક નંબર પ્લેટ અને કામ પતાવી મહારાષ્ટ્રની હદમાં પહોંચે ત્યારે મહારાષ્ટ્રની નંબર પ્લેટ લગાવી પોલીસની નજરમાંથી બચવાની યોજના હોવાનું બહાર આવ્યું છે.
5/5

આ ઓપરેશનને પોલીસ કમિશ્નર ગેહલોતના સીધા માર્ગદશેન હેઠળ ડીસીપી ઝોન-૧ સુબોધ ઓડેદરા, એસીપી ક્રાઇમ ડો. હર્ષદ મહેતા, ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ગઢવી, પી.એસ.આઇ. કાનમીયા, કુવાડવા પી.આઇ. મોડીયા, થોરાળા પી.આઇ. ભટ્ટ સહિતની ટીમે અંજામ આપ્યો હતો. જ્યારે ચારેયનો દબોચવામાં આવ્યા ત્યારે થયેલી સામાન્ય ઝપાઝપીમાં એસીપી હર્ષદ પટેલની આંગળીમાં ઇજા પહોંચતા ટાંકા લેવા પડ્યા છે.
Published at : 26 Feb 2017 09:58 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
સુરત
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
દેશ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
મનોરંજન
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
દેશ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
ટ્રેન્ડિંગ સમાચાર





















