રોહિત શર્માનો ઉત્સાહ વધારવા તેની પત્ની રિતિકા પણ સ્ટેડિયમમાં હાજર હતી. બેવડી સદી ફટકાર્યા બાદ રિતિકાની આંખમાંથી ખુશીના આંસુ આવ્યા હતા.
2/3
મેચ બાદ રોહિતે કહ્યું કે, મને ખુશી છે કે આ ખાસ દિવસ પર મારી પત્ની અહીંયા હતી. હું જાણું છું કે તેને મારી તરફથી આ ખાસ ગિફ્ટ પસંદ આવશે. તે મારો મજબૂત પક્ષ રહી છે. રમતમાં તમે ઘણા તણાવમાંથી પસાર થતાં હો છો અને આ સ્થિતિમાં તેમનો સાથ હોવો ખૂબ જરૂરી છે. આ અમારી બીજી એનિવર્સરી છે. આજનો દિવસ ખાસ યાદ રહેશે.
3/3
શ્રીલંકા સામે વનડે શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ બીજી એનિવર્સરીના અવસર પર બેવડી સદી ફટકારી હતી. રોહિતે કહ્યું કે આ સદી તેની પત્ની રિતિકા માટે ગિફ્ટ છે.