વિશ્વ તીરંદાજી સંઘ (WAI)ને મોકલાયેલા ઈ-મેલ બાદ પ્રતિનિધિ ક્રિસ વેલ્સે કહ્યું કે એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની હાલ તપાસ થઈ રહી છે તેથી WAI હાલ કશું કહેવા સક્ષમ નથી.
2/6
સુનીલે ટીમ મેનેજર સત્યદેવકુમાર સમક્ષ ગત તારીખ ૪ ઓક્ટોબરે પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો. તેણે પત્રમાં લખ્યું, ‘‘મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, જેને કારણે બધાંને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આના માટે હું બધાની માફી માગું છું. મને અહીંથી સ્વદેશ મોકલાઈ રહ્યો છે. હું સહીસલામત ઘેર જઈશ.”
3/6
સુનીલને ભારત પાછા ફરવાનું જણાવી દેવામાં આવ્યું હતું. હરિયાણાનો સુનીલ કંપાઉન્ડ ટીમનો કોચ છે અને અર્જુન પુરસ્કાર પ્રાપ્ત તીરંદાજ સંદીપકુમારનો પર્સનલ કોચ પણ છે.
4/6
કોચ સુનીલ આર્જેન્ટિનાના રોસારિયોમાં ઈંગ્લેન્ડની મહિલા ખેલાડીઓની છેડછાડ કરી રહ્યો હતો. મહિલા ખેલાડીઓએ આ અંગેની ફરિયાદ ટીમ મેનેજરને કરી હતી. મેનેજરે આયોજકોને આ જાણકારી આપી.
5/6
આ સમાચારની જાણ થતાં ભારતીય તીરંદાજી સંઘ (એએઆઇ)એ સુનીલને તરત જ સસ્પેન્ડ કરી દઈને તેની સામે તપાસ પંચ પણ નીમી દીધું છે. આ ચેમ્પિયનશિપમાં જમશેદપુરથી ટાટા તીરંદાજી એકેડેમીના કોચ રામ અવધેશ અને તીરંદાજ અંકિતા ભગત પણ આર્જેન્ટિના ગયા હતા.
6/6
આર્જેન્ટિના: અહીં તારીખ 2થી 8 ઓક્ટોબર દરમિયાન આયોજિત વિશ્વ યૂથ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતને પોતાના કોચને કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય તીરંદાજી ટીમના કોચ સુનીલકુમાર પર ઈંગ્લેન્ડની ટીમની મહિલા ખેલાડી સાથે છેડછાડ કરવાનો આરોપ લાગ્યો છે. આયોજકોને જેવી આ બાબતની જાણ થઈ કે તરત જ તેને દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.