શોધખોળ કરો
Advertisement
એશિઝ: હેઝલનો તરખાટ, ઇંગ્લેન્ડ માત્ર 67 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક 12 રન જૉ ડેનલીએ બનાવ્યા હતા. જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી જૉશ હેઝલવુડે 5 અને પેટ કમિંસે 3 વિકેટ ઝડપી હતી.
લીડ્સ: લીડ્સમાં ચાલી રહેલી એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ટીમ ઈંગ્લેન્ડ શરમજનક રીતે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 67 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 147 રનની લીડ મેળવી છે. ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક 12 રન જૉ ડેનલીએ બનાવ્યા હતા. જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી જૉશ હેઝલવુડે 5 અને પેટ કમિંસે 3 વિકેટ ઝડપી હતી.
આ પહેલા ગુરુવારે 22 ઓગસ્ટે વરસાદથી પ્રભાવિત મેચના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાની ટીમ માત્ર 179 રન જ બનાવી શકી હતી.
પ્રથમ સેશનમાં જ ઇંગ્લેન્ડની સ્થિતિ ખરાબ રહી હતી અને માત્ર 45 રન પર જ ટીમે પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. લંચ બ્રેક સુધી ટીમનો સ્કોર 6 વિકેટે 54 રન હતા પરંતુ લંચ બાદ માત્ર 3.5 ઓવરમાં જ ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ક્રિકેટરમાંથી રાજનેતા બની ગયો ધોની? ઝભ્ભો-લેંઘો અને ટોપી પહેરેલી તસવીર આવી સામે.....
રોહિત શર્માને પહેલી ટેસ્ટમાંથી પડતો મુકાતાં લોકોએ આપી વિરાટ કોહલીને ગાળો, તસવીરોમાં જુઓ ફેન્સ શું બોલ્યા....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion