ભારત તરફથી રવિ કુમાર અને દીપક કુમાર બન્નેએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. રવિ કુમારે આ પહેલા અપૂર્વ ચંદેલા સાથે મળીને મિક્સ્ડ ડબલ્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે આ એશિયાઈ રમતમાં પ્રથમ મેડલ જીત્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં રવિ ચોથા સ્થાન પર 626.7 પોઈન્ટ સાથે જ્યારે દીપક કુમાર પાંચમાં સ્થાન પર રહ્યા હતા હતા. તેમનો સ્કોર 626.3 રહ્યો હતો.
2/3
દીપક કુમાર 247.7 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર રહ્યા જ્યારે ચીનના શૂટર યંગ હોરાનએ એશિયન ગેમ્સમાં રેકોર્ડ 249.1 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે
3/3
નવી દિલ્હીઃ દીપક કુમારે એશિયન ગેમ્સ 2018માં ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. સોમવારે જકાર્તામાં 30 વર્ષીય શૂટરે 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીત્યો છે.