શોધખોળ કરો
Advertisement
ભારતને ટક્કર આપવા આ ટીમે શોધ્યો બુમરાહ, હુબહુ બુમરાહની એક્શનમાં ફેંકી રહ્યો છે બૉલિંગ, જુઓ વીડિયો
એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બુમરાહ જેવી હુબહુ એક્શનથી બૉલિંગ કરતો એક બૉલર દેખાઇ રહ્યો છે. આ વીડિયો બાંગ્લાદેશનો છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં બુમરાહની બૉલિંગ વિરોધી ટીમ પર હંમેશા માટે ભારે પડે છે. કેમકે તેની યૂનિક એક્શનથી ફેંકેલા બૉલ વિરોધી બેટ્સમેનને હંમેશા ચકમો આપી દે છે. વર્લ્ડકપમાં પણ બુમરાહની ઘાતક બૉલિંગ જોવા મળી, હવે વિરોધી ટીમો પોતાની ટીમમાં બુમરાહ જેવો બૉલર સમાવવાની કોશિશ કરી રહી છે. આ કડીમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સામેલ થઇ છે.
તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બુમરાહ જેવી હુબહુ એક્શનથી બૉલિંગ કરતો એક બૉલર દેખાઇ રહ્યો છે. આ વીડિયો બાંગ્લાદેશનો છે, જેથી માની શકાય કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને બુમરાહ મળી ગયો છે.
વાયરલ થયેલા વીડિયોમાં એક પીચની પાસે બાંગ્લાદેશના ખેલાડીઓ ઉભા રહ્યાં છે, ને ત્યાંથી એક યુવક બૉલિંગ કરી રહ્યો છે, જે હુબહુ જસપ્રીત બુમરાહ જેવી એક્શન વાળો છે. આ વીડિયો જોઇને દરેકને બુમરાહની યાદ આવી જશે. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ બાદ પણ બુમરાહનો કહેર યથાવત છે. હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં તેની ઘાતક બૉલિંગ જોવા મળી, 5 વિકેટ ઝડપીને વેસ્ટ ઇન્ડિઝને જીતથી દુર કરી દીધુ હતુ. ખાસ વાત એ છે કે સૌથી ફાસ્ટ 11 મેચોમાં 50 વિકેટ લઇને નવી ઉપલબ્ધિ બુમરાહે હાંસલ કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement