શોધખોળ કરો

મોટેરા સ્ટેડિયમને લઈને સૌરવ ગાંગુલીએ કર્યો મોટો નિર્ણય, ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે અહીં જ.....

રવિવારે દિલ્હીમાં બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં આ બંને નિર્ણય લેવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા ઉતરવાની છે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. સમાચાર અનુસાર, આગામી વર્ષ 2021માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ સરદાર પટેલ સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. દિલ્હીમાં થયેલી બેઠકમાં ગાંગુલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ ડે-નાઈટ ટેસ્ટ રમવાનો નિર્ણય લીધો છે. રવિવારે દિલ્હીમાં બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં આ બંને નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ હાજર રહ્યા હતા. આ બેઠકમાં બોર્ડે આગામી વર્ષે ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ માટે સંભવીત સ્થળો અંગે ચર્ચા કરી હતી. જે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના કાર્યક્રમની અંતિમ શ્રેણી રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂન 2021મા લોર્ડ્સમાં રમાશે. આ શ્રેણીની એક ડે-નાઈટ ટેસ્ટ માટે મોટેરાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમને લઈને સૌરવ ગાંગુલીએ કર્યો મોટો નિર્ણય, ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે અહીં જ..... તમને જણાવી દઈએ કે, સરાદર પટેલ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. મોટેરામાં આ સ્ટેડિયમ 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં એક સાથે 1.10 લાખ લોકો મેચ જોઈ શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે, સરદાર પટેલ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક સ્ટેડિયમ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું છે. આ આલિશાન સ્ટેડિયમમાં 6 કોર્પોરેટ બોક્સ, 4 ડ્રેસિંગ રૂમ સિવાય ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. આ સ્ટેડિયમમાં LED લાઈટ્સ લાગી છે, જ્યાં ડે-નાઈટ ટેસ્ટ જોવા માટે અને રમવાની એક અલગ જ મજા હશે. નોંધનીય છે કે થોડા સમય અગાઉ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ક્યાંય પણ ડે-નાઈટ ટેસ્ટ રમવા માટે તૈયાર છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે હા, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ડે-નાઈટ ટેસ્ટ રમશે. તેની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે. ભારત અત્યાર સુધી ફક્ત એક જ ડે-નાઈટ ટેસ્ટ રમ્યું છે. ભારતે ગત વર્ષે બાંગ્લાદેશ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પોતાની પ્રથમ અને એકમાત્ર ડે-નાઈટ ટેસ્ટ રમી છે જેમાં વિરાટ કોહલીની ટીમનો વિજય થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget