બંગાળ ક્રિકેટ એસોસિએશન ત્રણ દિવસીય ફર્સ્ટ ક્લાસ મેચમાં પંકજ શોએ 413 રન બનાવ્યા હતા. આ મેચ બારિશા સ્પોર્ટિંગ અને દક્ષિણ કાલીકાટા સંસદ ટીમ વચ્ચે રમાઇ હતી. બારિશા ટીમે 708/8 રન બનાવ્યા હતા. જેમાં પંકજે એકલાએ 413 રન બનાવ્યા હતા. આ પહેલા દક્ષિણની ટીમે પ્રથમ ઇનિંગમાં 369 અને બીજી ઇનિંગમાં 96/2 રન બનાવીને મેચ ડ્રો કરાવી હતી.
5/5
પંકજ શોએ છઠ્ઠી વિકેટે અજમેર સિંહ (47) સાથે 203 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યાર બાદ આઠમી વિકેટથી રમવા માટે આવેલા શ્રેયાન ચક્રવર્તી સાથે (22) મળીને 191 રન જોડ્યા હતા. 28 વર્ષીય શોએ ગત્ત વર્ષે રાજસ્થાન સામેની રણજી ટ્રોફીમાં ડેબ્યું કર્યું હતું.