શોધખોળ કરો
Advertisement
ભુવનેશ્વરે આ બે વિદેશી બેટ્સમેનોને ગણાવ્યા સૌથી ખતરનાક, વર્લ્ડકપમાં બૉલિંગ કરવી દરેકને પડશે અઘરી
ભુવનેશ્વર કુમારે કહ્યું કે આ ઓસ્ટ્રેલિયાના વોર્નર અને વેસ્ટ ઇન્ડિઝના રસેલ સામે બૉલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશે
નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારે વર્લ્ડકપ પહેલા ખાસ નિવેદન આપ્યુ છે. ભુવીએ આઇપીએલના પ્રદર્શનને લઇને કહ્યું કે વર્લ્ડકપમાં ડેવિડ વોર્નર અને આંદ્રે રસેલ વર્લ્ડકપમાં ખતરનાક સાબિત થઇ શકે છે.
મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં ભુવનેશ્વર કુમારને જ્યારે પુછવામાં આવ્યુ કે તેમની નજરમાં કયા બેટ્સમેન સામે બૉલિંગ કરવી અઘરી છે. કયા બેટ્સમેન છે ખતરનાક? આ વાતના જવાબ આપતા ભુવીએ કહ્યું કે, એક સનરાઇઝર્સના સાથી ખેલાડી વોર્નર અને બીજો નાઇટરાઇડર્સનો બેટ્સમન રસેલ.
ભુવીએ કહ્યું કે, આઇપીએલની આ સિઝન બન્ને બેટ્સમેનો માટે ખાસ રહી, વોર્નર અને આંદ્રે રસેલે વિપક્ષી ટીમોના બૉલર્સની ધજ્જીયા ઉડાવી દીધી. બન્ને સામે બૉલિંગ કરવી દરેક બૉલર માટે મુશ્કેલીભરી બની હતી. ભુવનેશ્વર કુમારે કહ્યું કે આ ઓસ્ટ્રેલિયાના વોર્નર અને વેસ્ટ ઇન્ડિઝના રસેલ સામે બૉલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement