જો કે સોમવારે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ સામેની મેચમાં કેપ્ટન કૂલ ધોનીએ તેનો પિત્તો ગુમાવ્યો હતો અને એક બોલરને ખખડાવી નાંખ્યો હતો. આ બોલર હતો, કે. એમ. આસિફ. મેચની સોળમી ઓવર ધોનીએ આસિફને આપી હતી અને એ વખતે દિલ્હી ડેરડેવિલ્સે જીતવા માટે 30 બોલમાં 84 રન કરવાના હતા.
2/10
3/10
4/10
ધોની સામાન્ય રીતે તેની બોડી લેંગ્વેજને સંયમિત રાખે છે પણ આ વખતે એ એટલે અકળાયેલો હતો કે કશાની પરવા કર્યા વિના તેણે આસિફને તતડાવ્યો હતો. એક હાથમાં બીજો હાથ પછાડીને તેણે આ કેવો બોલ નાંખ્યો એવો સવાલ પણ કર્યો હતો. ધોનીનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને તેના જૂના સાથીઓ પણ દંગ થઈ ગયા હતા.
5/10
પંતે પછી નવા બોલે ચોગ્ગો ફટકાર્યો એ સાથે જ ધોનીનો પિત્તો ગયો ને તેણે આસિફને મેદાન પર જ તતડાવી દીધો હતો. આસિફનાં નસીબ ખરાબ કે પછીના બોલે પંતે સિક્સર ઠોકી દીધી. એ સાથે જ ધોની દોડીને આસિફ પાસે પહોંચી ગયો હતો ને તેને પિચની વચ્ચે જ ઉભો રાખીને તતડાવી દીધો હતો.
6/10
પૂણેઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ઈમેજ કેપ્ટન કૂલ તરીકેની છે અને સામાન્ય રીતે તે ખરાબ બોલ નાંખનારા બોલરોને કશું કહેતું નથી. ક્રિકેટમાં આવું તો ચાલ્યા કરે એ માનીને ધોની એ પછીના બોલ કઈ રીતે નાંખવા તેની ચર્ચા બોલર સાથે કરવા માંડે છે.
7/10
8/10
9/10
10/10
આસિફે પહેલા બે બોલ સારા નાંખ્યા અને એક-એક રન આપ્યા. એ પછીના બોલે ચોગ્ગો વાગ્યો એટલે ધોની બગડ્યો હતો. તેણે ઈશારો કરીને આસિફને કેવો બોલ નાંખવો તે સમજાવ્યું. એ પછીના બોલે રીષભ પંતે બે રન લીધા ત્યારે પણ ધોની બગડ્યો હતો કેમ કે આસિફે કહ્યાં પ્રમાણે બોલ નહોતો નાંખ્યો.