શોધખોળ કરો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

માણસ નહીં, પણ મશીને કરી કમાલ: બેઈજિંગમાં યોજાયેલી 'વર્લ્ડ હ્યુમનોઈડ રોબોટ ગેમ્સ'માં ચીની યુનિવર્સિટીના રોબોટે 9.39 સેકન્ડમાં રેસ પૂરી કરી, હાઈ જમ્પમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યુસૈન બોલ્ટનો 100 મીટર દોડનો રેકોર્ડ રોબોટે તોડ્યો.
  • ચીનના રોબોટે 100 મીટર રેસ 9.39 સેકન્ડમાં જીતી.
  • આ રોબોટે હાઈ જમ્પમાં 2.88 મીટરનો રેકોર્ડ રચ્યો.
  • માનવીય શ્રેણીમાં બોલ્ટનો 100 મીટર રેકોર્ડ અકબંધ છે.

Usain Bolt Record Broken: દુનિયાના સૌથી મહાન દોડવીર ગણાતા જમૈકાના યુસૈન બોલ્ટનો રેકોર્ડ આખરે તૂટી ગયો છે! વર્ષ 2009માં બોલ્ટે 100 મીટરની દોડ માત્ર 9.58 સેકન્ડમાં પૂરી કરીને જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, તેને 17 વર્ષ બાદ ચીનમાં તોડી નાખવામાં આવ્યો છે. જોકે, નવાઈની વાત એ છે કે આ રેકોર્ડ કોઈ માણસે નહીં, પરંતુ એક રોબોટે તોડ્યો છે!

મશીને બનાવ્યો નવો ઈતિહાસ

ચીનની રાજધાની બેઈજિંગમાં શનિવારે (22 ઓગસ્ટ) 'વર્લ્ડ હ્યુમનોઈડ રોબોટ ગેમ્સ'ની શરૂઆત થઈ હતી. આ ગેમ્સની બીજી સીઝનમાં ચીનની સિંઘુઆ યુનિવર્સિટીની 'તિયાનઝુઓ' ટીમે બનાવેલા એક રોબોટે કમાલ કરી દીધી. આ રોબોટે 100 મીટરની રેસ માત્ર 9.39 સેકન્ડમાં જ પૂરી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ યુસૈન બોલ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. જોકે, માણસોની કેટેગરીમાં હજુ પણ બોલ્ટનો જ રેકોર્ડ અકબંધ છે.

સમયમાં થયો ધરખમ ઘટાડો

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રોબોટ ગેમ્સની પહેલી સીઝનમાં એક રોબોટે 100 મીટરની રેસ પૂરી કરવા માટે 21.50 સેકન્ડનો સમય લીધો હતો. પરંતુ, આ બીજી સીઝનમાં ટેકનોલોજી એટલી હદે સુધરી ગઈ કે રેસનો સમય સીધો અડધાથી પણ ઓછો થઈ ગયો! હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આ રોબોટનો રેકોર્ડ બીજું કોણ તોડે છે.

બર્લિનમાં બન્યો હતો બોલ્ટનો રેકોર્ડ

આઠ વખત ઓલિમ્પિક મેડલ જીતી ચૂકેલા યુસૈન બોલ્ટે ઓગસ્ટ 2009માં બર્લિન ખાતે યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટરની દોડ 9.58 સેકન્ડમાં પૂરી કરી હતી. આ રેકોર્ડે તે સમયે ભારે ચર્ચા જગાવી હતી. ત્યારથી લઈને આજ સુધી દુનિયાના અનેક દોડવીરો આ રેકોર્ડ તોડવા માટે મહેનત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ માણસ હજુ સુધી તેમાં સફળ થઈ શક્યો નથી.

હાઈ જમ્પમાં પણ રોબોટનો દબદબો

માત્ર દોડવામાં જ નહીં, પણ હાઈ જમ્પ (ઊંચા કૂદકા)માં પણ રોબોટ્સે નવો ઈતિહાસ રચ્યો છે. અહીં 'ટિએનકુંગ' નામના રોબોટે 2.88 મીટરનો હાઈ જમ્પ લગાવીને સૌને ચોંકાવી દીધા હતા. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે, હાઈ જમ્પમાં માણસનો વર્લ્ડ રેકોર્ડ 2.45 મીટરનો છે.

જે રીતે ધીમે ધીમે રોબોટ્સ દરેક ક્ષેત્રમાં મનુષ્યોને ટક્કર આપી રહ્યા છે, તે જોતાં ચોક્કસ કહી શકાય કે ટેકનોલોજીનો વિકાસ ખરેખર દુનિયાને એક નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આવનારા સમયમાં આ મશીનો બીજા કેટલા અને કેવા રેકોર્ડ બનાવે છે!

Frequently Asked Questions

યુસૈન બોલ્ટનો 100 મીટર દોડનો રેકોર્ડ કોણે તોડ્યો છે?

યુસૈન બોલ્ટનો 100 મીટર દોડનો રેકોર્ડ ચીનની સિંઘુઆ યુનિવર્સિટીની 'તિયાનઝુઓ' ટીમે બનાવેલા રોબોટે તોડ્યો છે. આ રોબોટે 100 મીટરની રેસ 9.39 સેકન્ડમાં પૂરી કરી છે.

રોબોટ દ્વારા 100 મીટરની દોડમાં નવો વર્લ્ડ રેકોર્ડ શું છે?

રોબોટ દ્વારા 100 મીટરની દોડમાં નવો વર્લ્ડ રેકોર્ડ 9.39 સેકન્ડનો છે. રોબોટ ગેમ્સની પહેલી સીઝનમાં રોબોટે 21.50 સેકન્ડનો સમય લીધો હતો.

શું યુસૈન બોલ્ટનો માનવીય રેકોર્ડ હજુ પણ અકબંધ છે?

હા, યુસૈન બોલ્ટનો 9.58 સેકન્ડનો માનવીય રેકોર્ડ હજુ પણ અકબંધ છે. રોબોટે તોડેલો રેકોર્ડ રોબોટની કેટેગરીમાં છે.

દોડ સિવાય રોબોટે બીજા કયા ક્ષેત્રમાં રેકોર્ડ બનાવ્યો છે?

દોડ સિવાય રોબોટે હાઈ જમ્પમાં પણ રેકોર્ડ બનાવ્યો છે. 'ટિએનકુંગ' નામના રોબોટે 2.88 મીટરનો હાઈ જમ્પ લગાવીને નવો ઈતિહાસ રચ્યો છે.

Advertisement

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ ક્યારે અને ક્યાં રમાશે, જાણો તમામ ડિટેલ્સ 
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ ક્યારે અને ક્યાં રમાશે, જાણો તમામ ડિટેલ્સ 
IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે લીધો મોટો નિર્ણય, મલિંગા સહિત 3 દિગ્ગજોને કર્યા બહાર 
IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે લીધો મોટો નિર્ણય, મલિંગા સહિત 3 દિગ્ગજોને કર્યા બહાર 
ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની
WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget