શોધખોળ કરો
વેસ્ટઈંડિઝનો આ વિસ્ફોટક બેટ્સમેન હોસ્પિટલમાં થયો દાખલ, જાણો
1/3

નવી દિલ્લી: વેસ્ટઈંડિઝના વિસ્ફોટક ખેલાડી ક્રિસ ગેલ ન્યૂ ઈયર પાર્ટી મનાવ્યા પછી હોસ્પિટલમાં દાખલ થયો છે. તેને ખુદ સોશિયલ મીડિયા પર હોસ્પિટલના બેડ ઉપર સૂતો ફોટો શેયર કર્યો છે. પરંતુ સારા અહેવાલ એવા છે કે તે વધારે તકલીફમાં નથી, કારણ કે ગેલના હાથમાં ગ્લૂકોઝની બોટલ લાગેલી છે, પણ તે હસતો નજરે પડી રહ્યો છે.
2/3

આ ફોટોમાં તે વિક્ટરીનો ઈશારો કરી રહ્યો છે પરંતુ અચાનક તેની આ હાલત કેવી રીતે થઈ તેના પર સસ્પેંસ બનેલું છે. ટીમ ઈંડિયાના પૂર્વે બેટ્સમેન વિરેંદ્ર સેહવાગે ટ્વિટ કરીને ગેલના ખબર અંતર પૂછ્યા છે. તેમને ટ્વિટ કરતા કહ્યું કે સારી દુનિયાનો કિંગ તમે જલ્દીથી સાજા થઈ જશો અને લાંબી સ્વસ્થ જીવન જીવશો, પરંતુ તમને થયું છે શું? જેના પછી ગેલે જવાબમાં ટ્વિટ કરતા કહ્યું, ‘તમારા કેયર માટે ધન્યવાદ, કારણ પછી બતાવીશ.’
Published at : 09 Jan 2017 09:29 AM (IST)
View More























