શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
યુનિવર્સ બૉસ ક્રિસ ગેલે આજની ભારત-પાકિસ્તાનની મેચમાં કોને કર્યો સપોર્ટ? જુઓ તસવીર
યુનિવર્સ બૉસ તરીકે જાણીતા વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આ મેચને લઇને એક ખાસ ટ્વીટ કર્યુ છે
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં આજે ટૂર્નામેન્ટનો સૌથી હાઇ વૉલ્ટેજ મુકાબલો બપોરે 3 વાગે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં શરૂ થશે. આ પહેલા ચાહકો અને દર્શકોની સાથે સાથે ક્રિકેટના ખેલાડીઓ પણ મેચને લઇને ઉત્સાહિત છે. યુનિવર્સ બૉસ તરીકે જાણીતા વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આ મેચને લઇને એક ખાસ ટ્વીટ કર્યુ છે. ગેલે એક સ્પેશ્યલ સૂટ પહેરીને મેચનો સપોર્ટ કર્યો છે.
ક્રિકેટ વર્લ્ડકપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં ક્રિસ ગેઈલ ખાસ ડ્રેસમાં નજર આવી રહ્યો છે. ગેઈલના બ્લેઝર પર જમણી બાજુ ભારત અને ડાબી બાજુના હાથ પર પાકિસ્તાનના ધ્વજના કલર છે. આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “યૂનિવર્સ બોસ ભારત અને પાકિસ્તાન મુકાબલા માટે તૈયાર છે.”, એટલે ક્રિસ ગેલે આ મેચમાં ભારત અને પાકિસ્તાન બન્ને ટીમનો સપોર્ટ કર્યો છે.
તેની પાછળ બીજુ પણ એક કારણ છે કે 20 સપ્ટેમ્બરે ક્રિસ ગેઈલનો 40મો જન્મદિવસ છે. ક્રિસ ગેઈલે ટ્વીટ કરી કહ્યું કે “આ મુકાબલાને લઈને હું આ સૂટમાં એન્જોઈ કરી રહ્યો છું. હું આ સૂટને ખૂબજ પસંદ કરું છું. આ જ સૂટ 20 સપ્ટેમ્બરે મારા બર્થ ડે સેલિબ્રેશન પર પણ પહેરીશ. ”???? The #UniverseBoss is ready for #INDvPAK. pic.twitter.com/pcm9pfsa7b
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019
Yup! I’m rocking my india ???????? Pakistan ???????? Suit, all love and respect!???? ✌????... I really love it and this will be one of my outfit at my birthday party September 20th ????...its lit ???? ???????????????????? #FashionOverStyle #UniverseBoss… https://t.co/GnXrSBiSqa
— Chris Gayle (@henrygayle) June 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion