Commonwealth Games 2022 : કૉમનવેલ્થ ગેમ્સ 2022નો આજે 10મો દિવસ છે, ભારતીય એથ્લીટોનુ શાનદાર પરફોર્મન્સ ચાલ છે. ભારત માટે વધુ એક ગૉલ્ડ બૉક્સિંગમાં આવ્યો છે. બૉક્સર નીતૂ સિંહે 45 થી 48 કિલોગ્રામ ભાર વજન વર્ગમાં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. એટલુ જ નહીં ભારત માટે હૉકીમાં પણ મેડલ આવ્યુ છે. ભારતીય મહિલા હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે.
Neetu Singh Boxing Match -
ભારતની બૉક્સર નીતૂ સિંહની મેચ 45 થી 48 કિલોગ્રામ વર્ગમા શરૂ થઇ હતી, તેમાં તેનો સામનો ઇંગ્લેન્ડની ડેમી જેડ સામે થયો હતો. આ ફાઇનલ મેચમાં નીતૂએ ગૉલ્ડન પંચ મારીને ભારતને વધુ એક ગૉલ્ડ અપાવ્યો હતો.
India vs New Zealand Women’s Hockey -
આ ઉપરાંત ભારતીય દીકરીઓએ વધુ એક મેડલ હૉકીમાં દેશને અપાવ્યુ છે. ભારતીય મહિલા હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને જબરદસ્ત મેચમાં હાર આપીને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યુ.
પહેલા 9 દિવસની રમત દરમિયાન 13 ગૉલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રૉન્ઝ જીતી ચૂક્યુ છે. કુલ 40 મેડલોની સાથે ભારત મેડલ ટેલીમાં પણ ટૉપ 5માં યથાવત છે. 10માં દિવસની રમતમાં પણ ભારતીય ખેલાડીઓની શાનદાર રમત યતાવત રહી છે, અને ભારતને એકપછી એક મેડલો આવી અપાવી રહ્યાં છે. આ વખતે કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યુ છે.
આ પણ વાંચો.......
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ
રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
PSI transfer: રાજ્યમાં 192 PSIની બઢતી સાથે કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા
કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી દીકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ