શોધખોળ કરો

નિવૃત્તીને લઈને ફેરવી તોડ્યું આ ભારતીય ક્રિકેટરે, જાણો કઈ ટીમ સાથે કરશે વાપસી

રાયડુએ વર્લ્ડકપ 2019 માટે અવગણના કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી દીધી હતી.

નવી દિલ્હીઃ ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાતના બે મહિનાની અંદર અંબાતિ રાયડુએ યૂ ટર્ન લીધો છે. 33 વર્ષના રાયડુ ફરી રમવા માટે તૈયાર છે. તેણે આગામી ઘરેલુ સીઝનમાં હૈદ્રાબાદ માટે રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે વર્લ્ડકપ 2019 માટે અવગણના કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી દીધી હતી. રાયડુએ પોતાની ઉપલબ્ધતા વિશે હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશનને જાણકારી આપી છે. ગુરુવારે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના સીઓએને પત્ર લખીને કહ્યું કે, "હું (અંબાતી રાયડુ) તમારી નોંધ લેવા માંગું છું કે હું નિવૃત્તિમાંથી બહાર આવવા માગું છું અને તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમવા માંગુ છું." ત્યારબાદ, હૈદરાબાદ ક્રિકેટ એસોશિયેસનના સીઈઓએ કહ્યું કે, " અંબાતી રાયડુએ નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે અને 2019-20માં હૈદરાબાદ માટે તમામ ફોર્મેટમાં રમવા માટે ઉપલબ્ધ છે." રાયડુએ કહ્યું કે, હું ચેન્નાઇ સુપરકિંગ્સ, વી.વી.એસ. લક્ષ્મણ અને નોએલ ડેવિડનો આભાર માનું છે જેઓ મુશ્કેલ સમય દરમિયાન ખૂબ જ સહાયક રહ્યા છે અને મને એ સમજાવવા માટે મદદરૂપ બન્યાં છે કે મારામાં પૂરતું ક્રિકેટ બાકી છે અને નિવૃત્તિ લેવાનો નિર્ણય ભાવનાત્મક રીતે ઉતાવળો હતો. હું ખૂબ જ પ્રતિભાશાળી હૈદરાબાદની ટીમ સાથે આગળ એક અદ્દભુત સીઝનની રાહ જોઈ રહ્યો છું અને હૈદરાબાદની ટીમમાં જોડાવા માટે હું 10 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ રહીશ. હૈદરાબાદની પસંદગી સમિતિના અધ્યક્ષ બનવા માટે ફેવરિટ ડેવિડે રાયડુના નિર્ણયને આવકાર્યો છે. ડેવિડે કહ્યું કે, "તે નિર્ણય લેવો સરળ નથી. ભૂલ સ્વીકારવામાં ઘણી નમ્રતા અને હિંમતની જરૂર પડે છે. રાયડુના પુનરાગમનથી હું ખરેખર ઉત્સાહિત છું. તેનામાં હજી ઘણું ક્રિકેટ બાકી છે અને મને ખાતરી છે કે તે હૈદરાબાદ ક્રિકેટ માટે મોટું વરદાન છે. તેને મારો સંપૂર્ણ ટેકો છે અને ટીમને વધુ ઊંચાઈએ પહોંચવામાં મદદ કરશે.

ટોપ સ્ટોરી

અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
આ ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ, 2021થી નહોતી મળી રહી તક
આ ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ, 2021થી નહોતી મળી રહી તક
સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget