Dewald Brevis: ડેવાલ્ડ બ્રેવિસની આક્રમક ઇનિંગ, 57 બોલમાં ફટકાર્યા 162 રન, ફટકારી 13 સિક્સ
જૂનિયર એબીડી તરીકે જાણીતા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે ટી-20 ક્રિકેટમાં શાનદાર ઐતિહાસિક ઇનિંગ રમી હતી
નવી દિલ્હીઃ જૂનિયર એબીડી તરીકે જાણીતા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે ટી-20 ક્રિકેટમાં શાનદાર ઐતિહાસિક ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી CSA T20 ચેલેન્જમાં ડેવાલ્ડ બ્રેવિસે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. તેણે અહીં 57 બોલમાં 162 રનની ઇનિંગ રમીને બધાને ચોંકાવી દીધા હતા.
RECORD BREAKER 🚨
— DomesticCSA (@DomesticCSA) October 31, 2022
Highest domestic T20 score ✔️
Fastest domestic century ✔️
3rd highest score of all time ✔️@BrevisDewald | 1⃣6⃣2⃣ runs | 5⃣7⃣ balls
1⃣3⃣ fours
1⃣3⃣ sixes#CSAT20Challenge #BePartOfIt #SummerOfCricket pic.twitter.com/BonGpZ5L87
સોમવારે રમાયેલી ટાઇટન્સ અને નાઇટ્સ વચ્ચેની મેચમાં ડેવાલ્ડ બ્રેવિસે આ ઇનિંગ રમી હતી. ટાઇટન્સ માટે ઓપનિંગ કરવા આવેલા 19 વર્ષીય ડેવાલ્ડે માત્ર 57 બોલમાં 162 રન ફટકાર્યા હતા. આ ઈનિંગમાં તેણે 13 ફોર અને 13 સિક્સર ફટકારી હતી, આ રેકોર્ડબ્રેક ઈનિંગ જોઈને સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ તેના દિવાના થઈ ગયા હતા.
Dewald Brevis 35 balls hundred.#CSAT20Challenge#DewaldBrevispic.twitter.com/gAlXLu7lFh
— Cricket Videos🏏 (@Crickket__Video) October 31, 2022
ડેવાલ્ડ બ્રેવિસની આ ઇનિંગના કારણે ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા હતા. બ્રેવિસે ક્રીઝ પર આવતાની સાથે જ તેની આક્રમક રમત શરૂ કરી હતી. તેણે 18 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી, પછી 35 બોલમાં સદી ફટકારી હતી.
ડેવાલ્ડ બ્રેવિસ પોતાની ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો અને છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. T20 ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેણે IPLમાં 175 રનની અણનમ ઇનિંગ રમી હતી.
નોંધનીય છે કે 19 વર્ષના ડેવાલ્ડ બ્રેવિસે અંડર-19 વર્લ્ડ કપમાં ધમાકેદાર બેટિંગ કરીને દુનિયામાં પોતાનું નામ કર્યું હતુ. આ પછી તેને આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા કરવામાં આવ્યો હતો અને હરાજીમાં તેના પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસને આઇપીએલનો ભાવી સ્ટાર માનવામાં આવે છે
Dewald Brevis. No need to say more
— AB de Villiers (@ABdeVilliers17) October 31, 2022