શોધખોળ કરો

T20 વર્લ્ડ કપ: અભિષેક શર્માનો શરમજનક રેકોર્ડ, 3 મેચમાં 0 પર આઉટ થનાર પ્રથમ ભારતીય

T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ઓપનર અભિષેક શર્માનો ફ્લોપ શો યથાવત. યુએસએ, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે સળંગ 3 મેચમાં 0 પર આઉટ થઈને બનાવ્યો શરમજનક રેકોર્ડ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અભિષેક શર્મા T20 વર્લ્ડ કપમાં ત્રણ વાર શૂન્ય પર આઉટ.
  • યુએસએ, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે સતત નિષ્ફળતા.
  • T20 વર્લ્ડ કપમાં પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં શૂન્ય સાથે રેકોર્ડ.
  • છેલ્લી ૬ T20 ઇનિંગ્સમાં ૪ વખત શૂન્ય રન.

Abhishek Sharma duck: ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક યુવા ઓપનર મનાતા અભિષેક શર્માએ 18 ફેબ્રુઆરી 2026 ના રોજ રમાયેલી T20 વર્લ્ડ કપની નેધરલેન્ડ્સ સામેની ગ્રુપ મેચમાં ફરી એકવાર નિરાશાજનક પ્રદર્શન કરતા સળંગ ત્રીજી વખત શૂન્ય પર આઉટ થઈને એક અત્યંત શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા અભિષેક શર્મા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની કારકિર્દીની સૌપ્રથમ ત્રણ ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફરનાર સૌપ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેની આ સતત નિષ્ફળતાઓએ ટીમ મેનેજમેન્ટ માટે નવી ચિંતાઓ ઉભી કરી છે.

શૂન્યની હેટ્રિક: યુએસએ, પાકિસ્તાન અને હવે નેધરલેન્ડ્સ

આ વર્તમાન T20 વર્લ્ડ કપ અભિષેક શર્માની કારકિર્દીનો સૌપ્રથમ વર્લ્ડ કપ છે, પરંતુ તેની શરૂઆત કોઈ ખરાબ સ્વપ્નથી કમ રહી નથી. આ મેગા ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શન પર નજર કરીએ તો, તે પોતાની પહેલી જ મેચમાં યુએસએ (USA) સામે શૂન્ય રને આઉટ થઈને 'ગોલ્ડન ડક' નો શિકાર બન્યો હતો.

ત્યારબાદ, નામિબિયા સામેની મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાંથી આરામ આપવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાન સામેની હાઈ વોલ્ટેજ મેચમાં જ્યારે ટીમ મેનેજમેન્ટે તેના પર ફરીથી ભરોસો મૂક્યો, ત્યારે તે 4 બોલનો સામનો કર્યા પછી પણ એક પણ રન બનાવી શક્યો નહોતો અને આઉટ થઈ ગયો. હવે બુધવારે રમાયેલી નેધરલેન્ડ્સ સામેની મેચમાં પણ તે માત્ર 3 બોલ રમીને કોઈ પણ રન બનાવ્યા વિના ફરી પેવેલિયન ભેગો થઈ ગયો છે. આમ, તેણે શૂન્યની શરમજનક હેટ્રિક લગાવી છે.

આશિષ નેહરાનો વર્ષો જૂનો રેકોર્ડ તૂટ્યો

અભિષેક શર્મા હવે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં એવો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે, જેણે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં શૂન્ય રન બનાવ્યા હોય. આ અગાઉ આ અનિચ્છનીય રેકોર્ડ ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાના નામે નોંધાયેલો હતો. આશિષ નેહરા પોતાની T20 વર્લ્ડ કપ કારકિર્દીની શરૂઆતની બે ઇનિંગ્સમાં કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. રસપ્રદ વાત એ છે કે, નેહરાએ પોતાના સમગ્ર T20 વર્લ્ડ કપ કરિયરમાં ક્યારેય બેટથી એક પણ રન બનાવ્યો નથી. હવે એક શુદ્ધ બેટ્સમેન હોવા છતાં અભિષેકે આ રેકોર્ડ તોડીને ચાહકોને નિરાશ કર્યા છે.

છેલ્લી 6 ઇનિંગ્સમાં 4 વખત 0 પર આઉટ

અભિષેક શર્માનો આ ખરાબ રેકોર્ડ માત્ર T20 વર્લ્ડ કપ પૂરતો સીમિત નથી. જો તેની ઓવરઓલ આંતરરાષ્ટ્રીય કારકિર્દીના તાજેતરના આંકડા તપાસીએ તો, તે તેની છેલ્લી 6 T20 ઇનિંગ્સમાં કુલ 4 વખત શૂન્ય પર આઉટ થયો છે. આ 6 ઇનિંગ્સમાં તે માત્ર 98 રન જ બનાવી શક્યો છે, જેમાં એકમાત્ર અડધી સદીનો સમાવેશ થાય છે. આઈપીએલ (IPL) માં બોલરોના છોતરા કાઢનાર આ યુવા ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ સહન કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Frequently Asked Questions

અભિષેક શર્માએ T20 વર્લ્ડ કપમાં કયો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે?

અભિષેક શર્મા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની કારકિર્દીની પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.

અભિષેક શર્મા કઈ ટીમો સામે શૂન્ય રને આઉટ થયો છે?

અભિષેક શર્મા T20 વર્લ્ડ કપમાં યુએસએ, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે શૂન્ય રને આઉટ થયો છે.

અભિષેક શર્માનો આ ખરાબ ફોર્મ માત્ર T20 વર્લ્ડ કપ પૂરતો સીમિત છે?

ના, તેની છેલ્લી 6 T20 ઇનિંગ્સમાં તે 4 વખત શૂન્ય પર આઉટ થયો છે અને કુલ 98 રન બનાવ્યા છે.

અભિષેક શર્માનો રેકોર્ડ કયા ભારતીય ખેલાડીનો રેકોર્ડ તોડે છે?

તેણે આશિષ નેહરાનો વર્ષો જૂનો T20 વર્લ્ડ કપમાં સતત બે ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ તોડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget