શોધખોળ કરો
Advertisement
આ વર્ષે IPLમાં ન રમનાર આ ખેલાડી જોવા મળશે કપિલ શર્મા શોમાં, જાણો કેવી રીતે થયો ખુલાસો
સીએસકે અત્યાર સુધીમાં 12માંથી 4 મેચ જ જીતી શકી છે. આ જ કારણ છે કે ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી ફેંકાઈ ગઈ છે.
IPL 2020: સુરેશ રૈનાએ આઈપીએલ 2020માં ભાગ નથી લીધો. વ્યક્તિગત કારણોસર તેણે પોતાનું નામ પરત ખેંચી લીધુ હતું. એટલું જ નહીં પંજાબમાં રૈનાના પરિવારજનોની હત્યા પણ થઈ હતી, ત્યાર બાદ સીએસકેના દિગ્ગજ ખેલાડીએ પોતાનું નામ પરત ખેંચ્યું હતું. હવે જ્યારે આઈપીએલમાં સીએસકેનું પરફોર્મન્સ ખરાબ રહ્યું અને પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે ત્યારે રૈના મુંબઈમાં કપિલ શર્મના શોના શૂટિંગ માટે પહોંચ્યા છે.
શાઝિયા ઇલ્મીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી જેમાં તે અને રૈના પ્લેનમાં બેસેલા જોવા મળી રહ્યા છે. શાઝિયાએ પોતાના ટ્વીટમાં એ પણ ખુલાસો કર્યો કે રૈના મુંબઈ કપિલ શર્મા શોમાં જોડાવવા માટે જઈ રહ્યો છે.
જણાવીએ કે, રૈના ન હોવાને કારણે આ વર્ષે આઇપીએલમાં ચેન્નઈની ટીમનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું છે. સીએસકે અત્યાર સુધીમાં 12માંથી 4 મેચ જ જીતી શકી છે. આ જ કારણ છે કે ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી ફેંકાઈ ગઈ છે. આઈપીએલની ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે, સીએસકે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હોય.
Suresh Raina @ImRaina is such an epitome of goodness and humility. He's Covid neg and I have the antibodies so decided to chat about all his social ventures over a cup of @airvistara's amazing coffee. He's shooting for @KapilSharmaK9 @kapilsharmashow pic.twitter.com/0gFbra01cS
— Shazia Ilmi (@shaziailmi) October 27, 2020
સુરેશ રૈના આઇપીએલમાં સૌથી વધારે રન બનાવનાર બીજો બેટ્સમેન છે. રૈના આઇપીએલમાં ફીલ્ડિંગ કરતાં સૌથી વધારે કેચ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સીએસકે ફેન્સ પણ રૈનાને આ સીઝનમાં ખૂબ જમીસ કરતા જોવા મળ્યા છે.And I met friends too !!!!! @ImRaina @PriyankaCRaina ! ❤️❤️❤️ pic.twitter.com/oCeIdAeUBv
— Archana Vijaya (@archanavijaya) October 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement