શોધખોળ કરો

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

IND vs SL 2nd Test:  ટીમ ઈન્ડિયાએ ગાલેમાં પ્રથમ ટેસ્ટમાં યજમાન શ્રીલંકાને 165 રનથી હરાવ્યું. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ 23 ઓગસ્ટે રમાશે, અને શ્રીલંકાને ત્રીજો ફટકો પડ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને ૧૬૫ રનથી હરાવ્યું હતું.
  • શ્રીલંકાના દિનેશ ચંદીમલ સહિત ત્રણ ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે.
  • મેન્ડિસ અને નિસાંકા પણ ઇજાને કારણે આગામી ટેસ્ટમાંથી બહાર.
  • કોચ ગેરી કર્સ્ટને યુવા ખેલાડીઓ માટે આ તક ગણાવી.

IND vs SL 2nd Test:  ટીમ ઈન્ડિયાએ ગાલેમાં પ્રથમ ટેસ્ટમાં યજમાન શ્રીલંકાને 165 રનથી હરાવ્યું. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ 23 ઓગસ્ટે રમાશે, અને શ્રીલંકાને ત્રીજો ફટકો પડ્યો છે. ત્રણ ખેલાડીઓ બહાર થઈ ગયા છે. તેમાંથી બે પહેલાથી જ બહાર હતા અને ત્રીજો ખેલાડી દિનેશ ચંદીમલ છે. શ્રીલંકાના મુખ્ય કોચ ગેરી કર્સ્ટને જણાવ્યું હતું કે દિનેશ આગામી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. તેમણે કુસલ મેન્ડિસ સહિત અન્ય ખેલાડીઓની પણ ચર્ચા કરી, જેમને હેમસ્ટ્રિંગની ઈજા છે. ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાંકા પણ કાંડાની ઈજાને કારણે બહાર છે.

દિનેશ ચંદીમલને કેમ બહાર કરવામાં આવ્યો?

દિનેશને પ્રથમ ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે માથા અને ગરદનની ઈજા થઈ હતી. પાસિંદૂ સૂર્યાબંડારાને કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે લાવવામાં આવ્યો હતો, આ સાથે  પાસિંદુનું ટેસ્ટ ડેબ્યૂ પણ થયું હતું. હવે, દિનેશ ચંદીમલ બીજી ટેસ્ટમાંથી પણ બહાર છે.

ગેરી કર્સ્ટને શું કહ્યું

મીડિયા સાથે વાત કરતા ગેરી કર્સ્ટને કહ્યું હતું કે, "કુસલ મેન્ડિસને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે અને તે થોડા સમય માટે ઉપલબ્ધ રહેશે. દિનેશ પણ આગામી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. પરંતુ યુવા ખેલાડીઓ માટે સારી તર મળશે અને પોતાની યોગ્યતા સાબિત કરવા માટે સારી તક પૂરી પાડશે."

આ રીતે પહેલી મેચનો માહોલ બન્યો

ટીમ ઈન્ડિયાએ ગેલ ટેસ્ટમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી ભારતીય ટીમ 462 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દેવદત્ત પડિક્કલે ટીમ માટે સૌથી વધુ 167 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રીલંકાને તેમની પ્રથમ ઇનિંગમાં 284 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન માનવ સુથારે ભારત માટે સૌથી વધુ ચાર વિકેટ લીધી, જેનાથી ટીમ ઈન્ડિયાને 178 રનની લીડ મળી હતી. ત્યારબાદ ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેનાથી શ્રીલંકાને 372 રનનો લક્ષ્યાંક મળ્યો. તેનો પીછો કરતા શ્રીલંકાની ટીમ 206 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયા 165 રનથી જીતી ગઈ હતી.                                                               

Frequently Asked Questions

શ્રીલંકાના કયા ખેલાડીઓ બીજી ટેસ્ટમાંથી બહાર છે?

શ્રીલંકાના ત્રણ ખેલાડીઓ બીજી ટેસ્ટમાંથી બહાર છે. તેમાં દિનેશ ચંદીમલ, કુસલ મેન્ડિસ અને પથુમ નિસાંકાનો સમાવેશ થાય છે.

દિનેશ ચંદીમલ બીજી ટેસ્ટમાંથી શા માટે બહાર છે?

દિનેશ ચંદીમલને પ્રથમ ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે માથા અને ગરદનની ઈજા થઈ હતી. આ કારણોસર તે બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.

કુસલ મેન્ડિસ અને પથુમ નિસાંકાને શું ઈજા થઈ છે?

કુસલ મેન્ડિસને હેમસ્ટ્રિંગની ઈજા છે, જ્યારે પથુમ નિસાંકા કાંડાની ઈજાને કારણે બહાર છે. બંને ખેલાડીઓ આગામી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.

પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતનો કેવો દેખાવ રહ્યો?

ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને 165 રનથી હરાવ્યું હતું. દેવદત્ત પડિક્કલે 167 રન બનાવ્યા હતા અને માનવ સુથારે 4 વિકેટ લીધી હતી.

Advertisement

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget