શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
RCB vs DC: હાર બાદ વિરાટ કોહલીએ આપ્યા સંકેત, આગામી મેચમાં આ સ્ટાર ખેલાડીની થઈ શકે છે ટીમમાં એન્ટ્રી
દિલ્હી તરફથી મળેલ 197 રનના ટાર્ગેટના જવાબમાં આરસીબીનો એક પણ બેટ્સમેન મોટી ભાગીદારી ન કરી શક્યો.
RCB vs DC: આઈપીએલ 2020ની 19મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 59 રને હાર આપી હતી. આરસીબી માટે વિરાટ કોહલીએ સૌથી વધારે 43 રન બનાવ્યા. ઉપરાંત આરસીબીનો એકપણ બેટ્સમેન દિલ્હીના બોલરો સામે ટકી ન શક્યો. આ રીતે હાર બાદ કેપ્ટન કોહરી ખૂબ જ નિરાશ જોવા મળ્યો છે.
આ રીતે મોટી હાર બાદ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, “મેચ પહેલા છ ઓવરમાં અમે સારૂ શરીઆત કરી, પરંતુ ત્યાર બાદની 8 ઓવરમાં અને પાછળ જતા રહ્યા. આગળ જ્યારે પણ મેચમાં તક મળે તો તેનો લાભ લેવો પડશે. આવા પ્રદર્શનથી દુખ થાય છે. અમારી બોલિંગ અને બેટિંગ બન્ને વધુ સારા થઈ શકે છે. આજનું પ્રદર્શન આશા પ્રમાણે ન રહ્યું.”
દિલ્હી તરફથી મળેલ 197 રનના ટાર્ગેટના જવાબમાં આરસીબીનો એક પણ બેટ્સમેન મોટી ભાગીદારી ન કરી શક્યો. આ મામલો કોહલીએ કહ્યું કે, આટલા મોટા સ્કોરનો પીછો કરવા માટે અમને એક મોટી ભાગીદારીની જરૂરત હતી. જો તમારી પાસે 8 વિકેટ છે અને તમારે છેલ્લી 10 ઓવરમાં 100 રનથી વધારે જોઈએ છે તો તમારે ભાગીદારી કરવી પડશે.
જ્યારે દિલ્હીના વખાણ કરતાં કિંગ કોહલીએ કહ્યું કે દિલ્હીએ આજે નિડર અને નિર્ભીક ક્રિકેટ રમી અને તેમની બોટિંગ શાનદાર રહી. તેમની પાસે શાનદાર ફાસ્ટ બોલર અને શાનદાર સ્પિનર છે. હું એ ન કહી શકું કે તેમને હરાવી ન શકાય, પરંતુ એટલું કહી શકું કે તેમને હરાવવા મુશ્કેલ છે.
આરસીબીએ આઈપીએલ 2020ની હરાજીમાં આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરીસને ઉંચી રકમમાં ખરીદ્યો હતો. પંરતુ મોરિસને હજુ સુધી એક પણ મેચ રમાડવામાં આવ્યો નથી. મોરિસ વિશે જાણકારી આપતા કોહલીએ કહ્યું કે, ક્રિસ મોરિસ આજે રમવાના હતા, પરંતુ અંતમાં તે ન રમી શક્યા. અમારી આગામી મેચ ચાર દિવસ બાદ છે, એવામાં તે આગામી મેચમાં રમી શકે છે. અમને ખબર છે કે અમે સારું ક્રિકેટ રમી રહ્યા છીએ. અમારે આગળ બસ પ્રોફેશનલ રીતે ક્રિકેટ રમવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion