શોધખોળ કરો

AUSW vs ENGW Test Match: એનાબેલની શાનદાર સદી, મજબૂત સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ

મહિલા એશિઝ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે  એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 473 રન બનાવ્યા હતા.

Annabel Sutherland Century AUSW vs ENGW Test : મહિલા એશિઝ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે  એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 473 રન બનાવ્યા હતા. હવે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં બેટિંગ કરી રહી છે. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સુધરલેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ 137 રન બનાવ્યા હતા. સુધરલેન્ડની આ ઈનિંગના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.

એનાબેલ સુધરલેન્ડે અણનમ 137 રન બનાવ્યા હતા

ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સુધરલેન્ડ 8મા નંબર પર બેટિંગ કરવા આવી હતી. આ દરમિયાન તેણે 184 બોલનો સામનો કરીને અણનમ 137 રન બનાવ્યા હતા. એનાબેલ સધરલેન્ડે 16 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેના બેટથી ઘણા શાનદાર શોર્ટ્સ ફટકાર્યા હતા. સધરલેન્ડની શાનદાર ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 473 રન સુધી પહોંચી શક્યો હતો. 3 નંબર પર બેટિંગ કરવા આવેલી એલિસ પેરીએ પણ શાનદાર ઇનિંગ રમી હતી. તે સદી ચૂકી ગઈ હતી. પેરીએ 153 બોલનો સામનો કરીને 99 રન બનાવ્યા હતા. તેણે 15 ચોગ્ગા ફટકાર્યા હતા. તાહિલ મેકગ્રાએ 61 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 83 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગા ફટકાર્યા.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

મહત્વપૂર્ણ છે કે મેચના પહેલા દિવસે ગુરુવારે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન બેથ મૂની અને ફોબી લિચફિલ્ડ ઓપનિંગ કરવા આવ્યા હતા. મૂનીએ 33 રન બનાવ્યા હતા. જ્યારે લિચફિલ્ડ 23 રન બનાવીને આઉટ થઈ હતી. જોનાસેન માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ગાર્ડનરે 40 રનની ઇનિંગ રમી હતી. તેણે 76 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા હતો. એલન કિંગ 21 રન અને કિમ ગાર્થ 22 રન બનાવીને આઉટ થયા હતા.

ઇંગ્લેન્ડ માટે સોફી એકલસ્ટને ઘાતક બોલિંગ કરી હતી. તેણે 5 વિકેટ લીધી હતી. સોફીએ 46.2 ઓવરમાં 129 રન આપીને 9 મેડન ઓવર નાખી હતી. લોરેન બેલે 20 ઓવરમાં 91 રન આપીને 2 વિકેટ લીધી હતી. લોરેન ફિલરે 22 ઓવરમાં 99 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે એક મેડન ઓવર નાખી હતી. ક્રોસને પણ સફળતા મળી હતી. તેણે 29 ઓવરમાં 102 રન આપીને 3 મેડન ઓવર નાખી હતી.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget