India Squad for ICC ODI World Cup 2023: વર્લ્ડકપ 2023 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન ?
2023 World Cup India squad: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્ય પસંદગીકારોએ ખેલાડીઓની યાદી જાહેર કરી હતી.
2023 World Cup India squad: આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્ય પસંદગીકારોએ ખેલાડીઓની યાદી જાહેર કરી હતી.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકાના કેન્ડીમાં ભારતીય ટીમની હોટલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. દરમિયાન મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમની જાહેરાત કરી હતી. કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. તેને એશિયા કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ બે મેચમાં તે રમ્યો નહોતો. અત્યાર સુધી તે ઈજા બાદ એક પણ મેચ રમ્યો નથી. આવી સ્થિતિમાં તેણે મેચ માટે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. એશિયા કપ માટે પસંદ કરાયેલા તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી કરવામાં આવી નથી.
🚨 NEWS 🚨
India’s squad for #CWC23 announced 🔽#TeamIndia— BCCI (@BCCI) September 5, 2023
India have announced their squad of 15 for the 2023 World Cup #CWC23 pic.twitter.com/d45MKJIzyv
— ESPNcricinfo (@ESPNcricinfo) September 5, 2023
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમમાં અનુભવી ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. વિરાટ કોહલી, ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યરને સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
બીસીસીઆઇની પસંદગી સમિતિએ વર્લ્ડ કપ માટે સંતુલિત ટીમની પસંદગી કરી છે. શુભમન ગિલ રોહિત સાથે ઓપનિંગ કરી શકે છે. ટીમમાં ઈશાન કિશન પણ છે. ઈશાન ઓપનિંગની સાથે મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરવા સક્ષમ છે. શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલ પર વિશ્વાસ મુકવામાં આવ્યો છે. રાહુલ એશિયા કપ 2023માં હજુ સુધી એક પણ મેચ રમ્યો નથી. જો કે તેમ છતાં તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને પણ સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તક મળી છે. શાર્દુલ ઠાકુર પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.