શોધખોળ કરો

BCCIએ જાહેર કરી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2025-26ની જાહેરાત, આ 34 ખેલાડીઓ લિસ્ટમાં સામેલ

BCCI central contract 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્ષ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે

BCCI central contract 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્ષ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. શ્રેયસ ઐય્યરની વાપસી થઇ છે. તેને ગ્રેડ બીમાં સમાવવામાં આવ્યો છે.

આ ભારતીય ક્રિકેટરોનો ગ્રેડ A+ માં સમાવેશ

રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

આ ભારતીય ક્રિકેટરોનો ગ્રેડ- A માં સમાવેશ

મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત.

આ ભારતીય ક્રિકેટરોને ગ્રેડ-બીમાં સામેલ કરાયા

સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યર.

ગ્રેડ- સી (19 ખેલાડીઓ)

રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, સરફરાઝ ખાન, આકાશ દીપ, નીતીશ રેડ્ડી, ધ્રુવ જુરેલ, વરુણ ચક્રવર્તી, ઈશાન કિશન, અભિષેક શર્મા, હર્ષિત રાણા.

આ વખતે BCCI એ 34 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે. ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યરની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાં વાપસી થઇ છે. નોંધનીય છે કે શ્રેયસ  અને ઈશાન કિશનને ગયા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા કારણ કે બંને ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટ પ્રત્યે ઢીલું વલણ અપનાવ્યું હતું.

શ્રેયસને ગ્રેડ-બી અને ઇશાન કિશનને ગ્રેડ-સીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ વખતે અભિષેક શર્મા, હર્ષિત રાણા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી અને નીતિશ રેડ્ડીને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યા છે. શાર્દુલ ઠાકુર, જીતેશ શર્મા, કેએસ ભરત, અવેશ ખાન અને નિવૃત્ત રવિચંદ્રન અશ્વિનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ કોન્ટ્રાક્ટ લિસ્ટ 1 ઓક્ટોબર, 2024થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીની છે.

નોંધનીય છે કે BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 4 કેટેગરીઓ છે. A+ કેટેગરીમાં વાર્ષિક 7 કરોડ, A કેટેગરીમાં 5 કરોડ, બી-કેટેગરીમાં 3 કરોડ અને સી કેટેગરીમાં વાર્ષિક એક કરોડ રૂપિયા આપવામાં આવે છે. ગયા વર્ષે 30 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. બાદમાં, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય BCCIએ ઝડપી બોલર આકાશ દીપ, યશ દયાલ, ઉમરાન મલિક, વિજયકુમાર વૈશાક અને વિદ્વથ કાવેરપ્પાને ઝડપી બોલિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓને આ રીતે પૈસા મળે છે

ગ્રેડ A+ - વાર્ષિક 7 રૂપિયા કરોડ

ગ્રેડ A - વાર્ષિક 5 કરોડ રૂપિયા

ગ્રેડ બી - વાર્ષિક 3 કરોડ રૂપિયા

ગ્રેડ સી - વાર્ષિક 1 કરોડ રૂપિયા

બીસીસીઆઈના નિયમો મુજબ, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે એક સીઝનમાં 3 ટેસ્ટ મેચ અથવા 8 વનડે અથવા 10 ટી20 મેચ રમી હોય. પરંતુ આ વખતે બોર્ડે આમાં છૂટ આપી છે. ઉદાહરણ તરીકે હર્ષિત રાણાએ ભારત માટે બે ટેસ્ટ, પાંચ વનડે અને એક ટી20 મેચ રમી છે.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget