શોધખોળ કરો

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

ભાવનગરમાં દારૂ બનાવનાર બુટલેગરનું જ પીવાથી મોત નીપજ્યું છે, જ્યારે 21 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ તરફ વધુ એક આધેડ ICU માં સારવાર હેઠળ છે અને એક શિક્ષકની શંકાસ્પદ લાશ મળી આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ બનાવનાર કારીગરનું જ સેવનથી મોત.
  • અમદાવાદથી લવાયેલા કાચા માલથી ઝેરી દારૂ બનાવવામાં આવતો હતો.
  • મુખ્ય આરોપી ગૌતમ સહિત 21 બુટલેગરો સામે ગુનો નોંધાયો છે.
  • એક આધેડ ગંભીર, એક શિક્ષકનો કોહવાયેલો મૃતદેહ પણ મળ્યો.

Bhavnagar Duplicate Liquor: ભાવનગરમાં ચર્ચિત ડુપ્લિકેટ દારૂ મામલે અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેણે આ જીવલેણ અને બનાવટી દારૂ બનાવ્યો હતો, તે મુખ્ય કારીગરનું જ આ દારૂ પીવાના કારણે મોત નીપજ્યું છે! આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસે કડક વલણ અપનાવીને 21 જેટલા બુટલેગરો સામે સત્તાવાર રીતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ ડુપ્લિકેટ દારૂ બનાવવાનું મુખ્ય કારસ્તાન મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે ચાલી રહ્યું હતું. ગૌતમના ઘરે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવેલા રઈસ, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે 'ડોક્ટર' અને જુબેર નામના શખ્સોએ ભેગા મળીને આ નકલી દારૂ તૈયાર કર્યો હતો. આ કોઈ પહેલી વાર નહોતું બન્યું, આ અગાઉ પણ ગૌતમે આ જ રીતે 51 પેટી જેટલો ડુપ્લિકેટ દારૂ બનાવીને બજારમાં વેચી માર્યો હતો.

અમદાવાદથી મંગાવાયું હતું રો-મટીરિયલ

આ ઝેરી દારૂ બનાવવા માટેનું કાચું મટીરિયલ (રો-મટીરિયલ) અમદાવાદથી લાવવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે. અમદાવાદના સરખેજ સહિતના અલગ-અલગ વિસ્તારોમાંથી મિથેનોલ, વિદેશી દારૂની ખાલી બોટલો, બોટલના ઢાંકણા અને અન્ય સામગ્રી ટ્રાન્સપોર્ટ મારફતે ભાવનગર મંગાવવામાં આવી હતી.

આ કેમિકલયુક્ત મિશ્રણથી 'ડોક્ટર' તરીકે ઓળખાતા નરેન્દ્રસિંહ યાદવે ઝેરી દારૂ તૈયાર કર્યો હતો. 17 ઓગસ્ટના રોજ નરેન્દ્રસિંહે પોતે જ બનાવેલા આ દારૂનું સેવન કર્યું હતું, જેના કારણે તેની તબિયત ગંભીર રીતે લથડી હતી અને 18 ઓગસ્ટના રોજ તેનું મોત નીપજ્યું હતું.

વધુ એક આધેડની તબિયત બગડતા હોસ્પિટલના ICU માં દાખલ

બીજી તરફ, ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પીવાથી વધુ એક વ્યક્તિ હોસ્પિટલ પહોંચી છે. શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ ટીવી કેન્દ્ર પાસે રહેતા 54 વર્ષીય અવિનાશભાઈ કાંતિભાઈ ડાંગરની તબિયત અચાનક બગડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અવિનાશભાઈએ ગત રાત્રે કોઈ કેફી પીણાનું સેવન કર્યું હતું. આજે સવારે તેમની સ્થિતિ અચાનક વધુ નાજુક બનતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં તેમની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને ICU વોર્ડમાં રાખીને વિશિષ્ટ સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ માત્ર 50,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરી ઘરે લાવો Maruti Baleno, સમજો EMI નું પૂરું ગણિત

ઘરમાંથી સરકારી શિક્ષકની શંકાસ્પદ હાલતમાં કોહવાયેલી લાશ મળી

આ તમામ ઘટનાઓ વચ્ચે શહેરના ગાંધી કોલોની સામે આવેલા ગિલ્બર્ટ (Gilbert) એપાર્ટમેન્ટના પ્રથમ માળેથી એક શિક્ષકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતક શિક્ષકની ઓળખ હિતેશભાઈ પરમાર તરીકે થઈ છે, જેઓ સિહોર તાલુકાના સોનગઢ ગામની સરકારી શાળામાં ફરજ બજાવતા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને મીડિયાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરની અંદર જમીન પર શિક્ષકનો મૃતદેહ અત્યંત ખરાબ અને કોહવાઈ ગયેલી હાલતમાં પડ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, ઘરના રસોડામાંથી 'રોયલ સ્ટેગ' વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ પણ મળી આવી છે. આ શિક્ષકનું મોત પણ આ ડુપ્લિકેટ દારૂ પીવાથી જ થયું છે કે પછી કોઈ અન્ય કારણસર, તે અંગેનું સાચું સત્ય હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ હાલ તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ 28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર

Frequently Asked Questions

ડુપ્લિકેટ દારૂ બનાવનાર મુખ્ય કારીગરનું શું થયું?

ડુપ્લિકેટ દારૂ બનાવનાર મુખ્ય કારીગર નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે 'ડોક્ટર'નું પોતે જ બનાવેલો ઝેરી દારૂ પીવાથી મોત નીપજ્યું છે. તેણે 17 ઓગસ્ટે દારૂ પીધો અને 18 ઓગસ્ટે તેનું અવસાન થયું.

આ ઝેરી દારૂ બનાવવા માટેનું કાચું મટીરિયલ ક્યાંથી મંગાવવામાં આવ્યું હતું?

આ ઝેરી દારૂ બનાવવા માટેનું કાચું મટીરિયલ અમદાવાદના સરખેજ સહિતના વિસ્તારોમાંથી મંગાવવામાં આવ્યું હતું. તેમાં મિથેનોલ, ખાલી બોટલો અને ઢાંકણાંનો સમાવેશ થતો હતો.

ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના મામલે પોલીસે શું કાર્યવાહી કરી છે?

પોલીસે આ ડુપ્લિકેટ દારૂ કૌભાંડમાં અત્યાર સુધી 21 બુટલેગરો સામે સત્તાવાર રીતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ડુપ્લિકેટ દારૂ ક્યાં બનાવવામાં આવતો હતો અને કોણ બનાવતું હતું?

આ ડુપ્લિકેટ દારૂ મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે બનાવવામાં આવતો હતો. મધ્યપ્રદેશના રઈસ, નરેન્દ્રસિંહ યાદવ ('ડોક્ટર') અને જુબેરે મળીને તે તૈયાર કર્યો હતો.

Advertisement

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Advertisement

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget