શોધખોળ કરો

Cheerleaders : IPLની ચીયરલીડર્સના જીવનનો એ કાળો અધ્યાય, ક્યાંથી આવે છે ને કેટલુ કમાય છે?

15 વર્ષ પહેલા 2008માં આઈપીએલની શરૂઆત થઈ ત્યારે ચીયરલીડર્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ફોર અને સિક્સર વચ્ચે ડોલતી વિદેશી છોકરીઓ ચાહકોનું મનોરંજન કરે છે.

15 વર્ષ પહેલા 2008માં આઈપીએલની શરૂઆત થઈ ત્યારે ચીયરલીડર્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ફોર અને સિક્સર વચ્ચે ડોલતી વિદેશી છોકરીઓ ચાહકોનું મનોરંજન કરે છે. આ ચળકાટ આઈપીએલના ઝગમગાટ વિશે છે જે ગ્લેમરમાં ખોવાઈ જાય છે અને તમારા સુધી પહોંચતી નથી. કહાની આઈપીએલનો હિસ્સો બનવા માટે દર વર્ષે વિદેશથી ભારત આવતા તે ચીયર લીડર્સની. જે સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોની ગોસિપનો શિકાર બને છે. તેમને કેટલા પૈસા મળે છે? જે આ ચીયરલીડર્સને ભારતના મેદાન સુધી કઈ રીતે પહોંચાડાય છે? વગેરે. તો ચાલો આજે જાણીએ વિગતે.

આ ચીયરલીડર્સ આવે છે ક્યાંથી?

IPLના આ ચીયરલીડર્સ યુરોપના નાના-મોટા દેશોમાંથી એજન્સીઓ દ્વારા આવે છે. લોકોને લાગે છે કે જે છોકરીઓ ટૂંકા કપડા પહેરીને ડાન્સ કરશે તે શિયોન હશે, પરંતુ એવું નથી. આ છોકરીઓ પ્રોફેશનલ ડાન્સર છે. તે અનેક દેશોમાં ફરે છે અને ઘણા દેશોમાં પ્રદર્શન કરે છે. યુરોપિયન દેશોમાં ચીયરલીડિંગ એક વ્યવસાય બની ગયો છે. જો તમને લાગતું હશે કે આ વ્યવસાય માટે માત્ર નૃત્ય જાણવું એ એકમાત્ર શરત છે, તો એવું નથી. વિદેશમાં ચીયરલીડર્સને પણ ફોર્મેશન બનાવવું પડે છે. જેના માટે લચીલા શરીરની જરૂર હોય છે. તે માટે સખત મહેનત અને તાલીમની જરૂર હોય છે. એવી જ મહેનત જે ખેલાડીઓ મેદાન પર કરે છે.

પગાર કેટલો છે?

ચીયરલીડર્સને સારો એવો પગાર મળે છે. ફ્રેન્ચાઈઝી તેને એક સિઝન માટે કરારબદ્ધ કરે છે, જે લગભગ $20,000 સુધીની હોઈ શકે છે. એટલે કે ભારતીય ચલણમાં લગભગ 17 લાખ રૂપિયા. આ સિવાય પાર્ટી પરફોર્મન્સ બોનસ, એલિમિનેટર બોનસ અલગ છે. અત્રે એ પણ જણાવવું જરૂરી છે કે, યુરોપિયન ચીયર લીડર્સ અને અન્ય દેશોના ચીયર લીડર્સના પગારમાં મોટો તફાવત છે. પગાર પણ ડાન્સરની ઉંમર, સુંદરતા, અનુભવ અને શરીર પર આધાર રાખે છે. મેચ પહેલા કે પછી સાંજની પાર્ટીઓમાં પ્રદર્શન કરવા માટે ચીયરલીડર્સને વધારાનું મહેનતાણું પણ મળે છે. જો કે આ ચીયરલીડર્સનું માનવું છે કે, તેઓ જેટલી મહેનત કરે છે તે મુજબ તેમને જે પગાર મળે છે તે ઓછો છે.

દર્શકોની અભદ્ર નજર

એક જૂના ઈન્ટરવ્યુમાં દિલ્હી કેપિટલ્સના ચીયર લીડર્સે કહ્યું હતું કે, તેઓ ભારતમાં સેલિબ્રિટી જેવા અનુભવે છે. લોકો તેમની સાથે સેલ્ફી માંગે છે, પરંતુ કેટલાક લોકો વાતાવરણ પણ બગાડે છે. જ્યારે અમે પોડિયમ પર ડાન્સ કરીએ છીએ ત્યારે તેને લક્ઝરી આઈટમ ગણવામાં આવે છે. ચીયરલીડિંગ એ અમારો વ્યવસાય છે. લોકો અમારા શરીર પર ટિપ્પણી કરે છે. અશ્લીલ હરકતો કરે છે. અમને ભીડથી અલગ કરે છે. પરંતુ અમે તેની સાથે વ્યવસાયિક રીતે વ્યવહાર કરીએ છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget