Women's Cricket in Commonwealth Games: 28 જુલાઇથી બર્મિંઘમાં શરૂ થઇ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)મા આ વખતે ક્રિકેટને પણ સામેલ કરવામા આવી છે. જોકે આ માત્ર મહિલા ક્રિકેટ (Women's Cricket)ને જ એન્ટ્રી મળી છે, અહીં ટી20 ફોર્મેટમાં મેચો રમાશે. આમાં 8 ટીમો ભાગ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન (India and Pakistan)ની ટીમો પણ સામેલ છે. આ બન્નેને એક જ ગૃપમાં રાખવામા આવી છે, આની મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે ? અહીં વાંચો....
1. કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની મેચ ક્યારે રમાશે ?
આ મેચ 31 જુલાઇએ રમાશે.
2. ભારત -પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમોની મેચ કઇ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે ?
આ મેચ સોની ટેન -1 પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
3. શું મેચનું લાઇવ સ્ટ્રીમિંગ પણ થશે ?
જી હા, મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ Sony LIV એપ પર જોઇ શકાશે.
4. કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમ કયા ગૃપમાં છે ?
ભારતીય ટીમ ગૃપ એમાં છે, આ ગૃપમાં ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાર્બાડૉસની ટીમો સામેલ છે.
5. ભારતની મેચો ક્યારે ક્યારે છે ?
ભારતીય ટીમની પહેલી મેચ ઓસ્ટ્રેલિ સામે 29 જુલાઇ, બીજી મેચ પાકિસ્તાન સામે 31 જુલાઇ અને ત્રીજી મેચ બાર્બાડોઝ સામે 3 ઓગસ્ટે છે.
6. ગૃપ સ્ટેજ મેચ બાદ શું થશે ?
ટીમો બે ગૃપમાં વહેંચવામાં આવી છે, બન્ને ગૃપોમાં ટૉપ 2 ટીમો સેમિફાઇનલમાં રમશે. ગૃપ બીમાં શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો છે. એટલે કે એટલે કે ભારતીય ટીમ ગૃપ એમા ટૉપ 2 પૉઝિશન પર રહે છે, તો આ સેમિફાઇનલ મેચમાં ગૃપ બીની ટૉપ 2 ટીમોમાંથી કોઇ એક સામે ટકરાશે.
આ પણ વાંચો..........
Corona ના વધતા કેસોએ ફરી ચિંતા વધારી, જાણો ક્યાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત થયું
સંસદ ભવન પરિસરમાં હવે ધરણા, ભૂખ હડતાળ કરવા પર પ્રતિબંધ, કોગ્રેસે કહ્યુ- D(h)arna Mana Hai!
Gujarat Rain: રાજ્યમાં 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ, 36 ડેમ હાઈ એલર્ટ પર