શોધખોળ કરો
Advertisement
કેએલ રાહુલની પ્રસંશનીય પહેલ, મદદ માટે હરાજી કરીને ભેગા કર્યા 8 લાખ રૂપિયા
લોકેશ રાહુલે ગયા અઠવાડિયે જ પોતાનો 28મો જન્મદિવસ ઉજવ્યો હતો, ત્યારે તેને જાહેરાત કરી હતી કે બાળકો માટે પોતાના ક્રિકેટ પેડ્સ, ગ્લવ્ઝ, હેલમેટ, જર્સીની હરાજી કરશે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર લોકેશ રાહુલ હવે કોરોના સામેની લડાઇમાં મદદ માટે આગળ આવ્યો છે, રાહુલે બાળકોની મદદ માટે એક પ્રસંશનીય પગલુ ભર્યુ છે. કેએલ રાહુલે પોતાના ક્રિકેટ સાથે જોડાયેલા સામાનની હરાજી કરી દીધી છે.
આ સામાનની હરાજી કરીને કેએલ રાહુલે બાળકોની મદદ માટે 8 લાખ રૂપિયા એકઠા કર્યા છે, આ રૂપિયા તેને અવેર ફાઉન્ડેશનને દાન આપવાની જાહેરાત કરી છે. રાહુલે આમાં જે બેટની હરાજી કરી છે, તે ગયા વર્ષે વર્લ્ડકપમાં ઉપયોગમાં લીધુ હતુ.
લોકેશ રાહુલે ગયા અઠવાડિયે જ પોતાનો 28મો જન્મદિવસ ઉજવ્યો હતો, ત્યારે તેને જાહેરાત કરી હતી કે બાળકો માટે પોતાના ક્રિકેટ પેડ્સ, ગ્લવ્ઝ, હેલમેટ, જર્સીની હરાજી કરશે.
રાહુલે કહ્યું હતું કે મે ભારત આર્મીની ભાગીદારી સાથે આપવાનો નિર્ણય કર્યો છે, તે લોકો આની હરાજી કરશે અને આનું ફંડ અવેર ફાઉન્ડેશનમાં જશે. ખાસ વાત છે કે આ ફાઉન્ડેશન બાળકોને મદદ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
ક્રાઇમ
Advertisement