(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup: USA અમેરિકા સહિત આ 12 ટીમોએ T20 વર્લ્ડકપ 2026 માટે કર્યુ ક્વૉલિફાય, જુઓ પુરેપુરુ લિસ્ટ........
T20 World Cup 2026: T20 વર્લ્ડકપ 2024માં ઘણી ટીમોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ સમય દરમિયાન જે ટીમોને નબળી માનવામાં આવતી હતી તેને પણ તેમની તાકાત બતાવી છે
T20 World Cup 2026: T20 વર્લ્ડકપ 2024માં ઘણી ટીમોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ સમય દરમિયાન જે ટીમોને નબળી માનવામાં આવતી હતી તેને પણ તેમની તાકાત બતાવી છે. યુએસએ અને અફઘાનિસ્તાનના પ્રદર્શને ફેન્સના દિલ જીતી લીધા હતા. અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે T20 વર્લ્ડકપ 2026 માટે ક્વૉલિફાય થનારી ટીમોની યાદી આવી ગઈ છે. આમાં કુલ 12 ટીમો છે. આ સિવાય 8 ટીમો ક્વૉલિફાયર દ્વારા એન્ટ્રી લેશે.
T20 વર્લ્ડકપ 2026નું આયોજન ભારત અને શ્રીલંકામાં થવાનું છે અને ભારત અને શ્રીલંકાની સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ તેના માટે ક્વૉલિફાય થઈ ગયા છે. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ, આયરલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના નામ પણ સામેલ છે. T20 વર્લ્ડકપ 2026 માટે USA પણ ભારત આવશે. આ વખતે તેણે ચાર ગ્રુપ મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેઓએ એક મેચ જીતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો. વરસાદના કારણે એક મેચ રદ્દ થઈ હતી.
જો આપણે T20 વર્લ્ડકપ 2024ના સુપર 8 વિશે વાત કરીએ તો યુએસએ તેના માટે ક્વૉલિફાય થઈ ગયું છે. આ સાથે અફઘાનિસ્તાને પણ એન્ટ્રી લીધી છે. તેને આ સમયગાળા દરમિયાન 4 ગ્રુપ મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝ પણ હવે સુપર 8માં આઠ ટીમો વચ્ચે 12 મેચ રમાશે. આ માટે બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકામાં આયોજિત થવાનો છે. તે ફેબ્રુઆરીમાં શરૂ થઈ શકે છે. T20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. આમાં 12 ક્વૉલિફાય થયા છે. જ્યારે 8 ટીમો ક્વૉલિફાયરમાંથી આવશે. 20 ટીમો વચ્ચે કુલ 55 મેચો રમાશે. શિડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
T20 વર્લ્ડકપ 2026 માટે ક્વૉલિફાય થયેલી ટીમો -
ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ, આયરલેન્ડ અને પાકિસ્તાન.