શોધખોળ કરો
Yashasvi Jaiswal Record: યશસ્વીએ પર્થ ટેસ્ટમાં સિક્સરનો રેકોર્ડ તોડ્યો, 147 વર્ષમાં પહેલીવાર આવું બન્યું
India vs Australia 1st Test: યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે શાનદાર બેટિંગ કરતા સિક્સરનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે પર્થ ટેસ્ટ મેચ દરમિયાન ઈતિહાસ રચ્યો હતો.

યશસ્વી જયસ્વાલ
1/6

યશસ્વી જયસ્વાલે પર્થમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઇનિંગમાં ભારત માટે અણનમ 90 રન બનાવ્યા હતા. યશસ્વીએ આ ઇનિંગ દરમિયાન 2 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. તેણે પર્થ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો.
2/6

યશસ્વીએ સિક્સરનો રેકોર્ડ તોડ્યો. તેણે 147 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી છે. વાસ્તવમાં, યશસ્વી એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ સિક્સર ફટકારવાના મામલે ટોચ પર પહોંચી ગયો છે.
3/6

યશસ્વીએ વર્ષ 2024માં અત્યાર સુધીમાં 34 સિક્સર ફટકારી છે. આ રેકોર્ડ પહેલા બ્રેન્ડન મેક્કુલમના નામે હતો. ન્યૂઝીલેન્ડના ખેલાડી મેક્કુલમે 2014માં 33 સિક્સર ફટકારી હતી.
4/6

યશસ્વીએ એડમ ગિલક્રિસ્ટ અને બેન સ્ટોક્સને પણ પાછળ છોડી દીધા છે. સ્ટોક્સે 2022માં 26 ટેસ્ટ સિક્સર ફટકારી હતી. જ્યારે ગિલક્રિસ્ટે 22 સિક્સર ફટકારી હતી. તેણે 2005માં આ કારનામું કર્યું હતું.
5/6

ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહી છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 218 રનની લીડ મેળવી લીધી હતી.
6/6

ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. બીજા દાવમાં કોઈ પણ નુકશાન વિના 172 રન બનાવ્યા હતા.
Published at : 23 Nov 2024 05:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
શિક્ષણ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
