શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાક ક્રિકેટરે હાર્દિક પંડ્યાની તસવીર શેર કરીને કેમ પાકિસ્તાની ક્રિકેટરોને ઝાટક્યા, કઇ વાત પર ભારતને ગણાવ્યુ ચઢીયાતુ
ખાસ વાત છે કે યુવા બૉલર ટી નટરાજને ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કરતાં પોતાની અલગ ઇમ્પ્રેશન જમાવી દીધી છે. ટી નટરાજને ત્રણ ટી20 મેચમાં 13.83 એવરેજથી બૉલિંગ કરી હતી
નવી દિલ્હીઃ પાકિસ્તાનના હિન્દુ મૂળના ક્રિકેટર દાનિશ કનેરિયાએ ભારતીય ક્રિકેટરોની પ્રસંશા કરી છે. હાલ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે, અહીં વનડે અને ટી20 સીરીઝમાં ભારતે દમદાર પ્રદર્શન કરતા ટીમ સ્પીરિટ બતાવ્યુ છે. આ વાતને લઇને દાનિશ કનેરિયા ટીમ ઇન્ડિયા પર ઓળઘોળ થઇ ગયો, અને તેને હાર્દિક પંડ્યાની તસવીર શેર કરીને પાકિસ્તાની ક્રિકેટરોની ઝાટકણી કાઢી છે.
(ફાઇલ તસવીર)
દાનિશ કનેરિયાએ તસવીર શેર કરી છે, જેમાં એકબાજી હાર્દિક પંડ્યા છે, અને તેની સાથે બાજુમાં યુવા બૉલર ટી નટરાજન છે. તસવીરના કેપ્શનમાં દાનિશ કનેરિયાએ લખ્યુ- આના જેવો સારો ફોટો કોઇ નહીં, હાર્દિક પંડ્યાએ મેન ઓફ ધ સીરીઝ એવોર્ડ જીત્યો, પરંતુ તેને આ એવોર્ડ નટરાજનને આપી દીધો. યંગસ્ટર્સને ખરેખર માન આપ્યુ. અમારા પ્લેયરે આવુ કર્યુ ક્યારેય બધા પોતાનુ વિચારે છે. ઉલ્લેખનીય છે કે દાનિશ કનેરિયાએ આ ટ્વીટની સાથે પાકિસ્તાની ક્રિકેટરોને આડેહાથે લીધા, અને બરાબરની ઝાટકણી કાઢી હતી.
ખરેખરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝમાં હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ સીરીઝ એવોર્ડ મળ્યો હતો, પરંતુ તેને આ એવોર્ડ યુવા ખેલાડી ટી નટરાજનનને આપી દીધો હતો, ત્રણ મેચોની સીરીઝમાં ભારતે 2-1થી સીરીઝ પર કબજો જમાવ્યો હતો.
ખાસ વાત છે કે યુવા બૉલર ટી નટરાજને ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કરતાં પોતાની અલગ ઇમ્પ્રેશન જમાવી દીધી છે. ટી નટરાજને ત્રણ ટી20 મેચમાં 13.83 એવરેજથી બૉલિંગ કરી હતી.
(ફાઇલ તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion