શોધખોળ કરો
Advertisement
એડ શૂટ કરવા આવેલા ધોનીને લોકોએ ઘેરી લીધો તો આ છોકરી બની ગઇ બૉડીગાર્ડ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ
ખાસ વાત છે કે, સપના ભાવનાની છેલ્લા કેટલાય સમયથી ધોનીની હેરસ્ટાઇલિસ્ટ છે
મુંબઇઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં લોકો ટોળાને જ્યારે ધોનીને ઘેરી લીધો તો તેની હેરસ્ટાઇલિસ્ટ સપના બૉડીગાર્ડ બનીને આગળ આવી ગઇ હતી.
ખરેખરમાં, મહેન્દ્ર સિંહ ધોની મુંબઇમાં એક એડ શૂટ માટે પહોંચ્યો હતો, તે સમયે ફેન્સે તેની એક ઝલક મેળવવા માટે ઘેરી લીધો હતો. જોકે, ફેન્સ બેકાબુ બનતાં તેને અટકાવવા માટે સપના વચ્ચે આવી ગઇ હતી. સપના ભાવનાની ધોનીની હેરસ્ટાઇલિસ્ટ છે, તે સમયે તે બૉડીગાર્ડ બનીને ધોનીને ભીડથી બચાવવા માટે આગળ આવી ગઇ હતી, અને ભીડને કાબુમાં કરી હતી. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સપનાએ પણ આ વીડિયોને શેર કર્યો છે, તેને કેપ્શનમાં લખ્યુ છે, '90% સિક્યૂરિટી, 10% હેયર અને 500% ફેનગર્લ'
ખાસ વાત છે કે, સપના ભાવનાની છેલ્લા કેટલાય સમયથી ધોનીની હેરસ્ટાઇલિસ્ટ છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની વનડે વર્લ્ડકપની સેમિફાઇનલ બાદ ક્રિકેટના મેદાન પર જોવા નથી મળ્યો, હવે આઇપીએલ 2020માં ફરીથી ક્રિકેટમાં તેની વાપસી થવાની છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement